ગાંધીનગરગુજરાત

ભાજપના જ કાર્યકરો કહે છે, કેટલાં કામ સરકારમાં પેન્ડિંગ રહે છે

સચિવાલયની મુલાકાતે મંગળવારે આવતા લોકો ભીડ જોઇને તોબા પોકારી જાય છે. એક કાકા ભાજપનું કમળ લગાડીને એમની તળપદી સ્ટાઇલમાં ગયા મંગળવારે આવ્યા અને સ્વર્ણિમ સંકુલ એકમાં મુખ્યમંત્રી જ્યાંથી પ્રવેશે છે ત્યાં ઊભી કરાયેલી બેરીકેડને તોડીને જવાનો પ્રયત્ન કર્યો, પણ સિક્યુરિટી ઓફિસરોએ રોકતા કાકા પાછા વળ્યા. જવાનોએ તેમને પાછા વાળતા તેમનું ધ્યાન સ્વર્ણિમ સંકુલમાં પ્રવેશવાના દ્વાર પર પડ્યું અને ત્યાં અંદર જવા માટેની લાંબી લાઇન અને બહાર ટોળા જોતા તેમણે વસવસો વ્યક્ત કર્યો. ‘આ સરકારમાં કેટલા બધા લોકોના કામ પેન્ડિંગ છે, જુઓ ! લાંબી લાઇન લાગી છે કામ કરાવવાની રજૂઆત કરવા માટે.’

ભલે ખુરશીઓ બાંધવી પડે પણ પાટીદારોને તો દેખાડી જ દેવું

રાજ્ય સરકારે એક માત્ર આશય એવો રાખ્યો છે કે કાર્યક્રમોમાં ભલે ખુરશીઓ બાંધવી પડે કે ધરપકડ કરવી પડે પણ પાટીદારોના ડરને કારણે કાર્યક્રમો મોકૂફ રાખવા નહીં. પાટીદારોમાં અનામતના મુદ્દે આક્રોશ પછી જે સ્થિતિ સર્જાઇ તેમાં પાટીદારોનો એક વર્ગ સરકાર તરફી થઇ જતા સરકારનો પણ આત્મવિશ્વાસ વધી ગયો છે અને પાટીદારોના બહિષ્કાર કે દેખાવોથી ડર્યા વગર મોટી સંખ્યામાં કાર્યક્રમો કરવાનું આયોજન કર્યું છે. આમ પણ કાર્યક્રમો ન કરે તો પાટીદારોનો આત્મવિશ્વાસ વધી જાય એટલે કોઇપણ ભોગે આગામી દિવસોમાં સરકાર માટે કોઇ પણ ભોગે મોટા કાર્યક્રમો પાર પાડશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x