ગુજરાત: રક્ષામંત્રી રાજનાથ સિંહે હજીરામાં K-9 વ્રજ ટેન્કનું અનાવરણ કર્યું
સુરત
કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે સુરતના હજીરામાં ગુરૂવારે લાર્સન એન્ડ ટૂબ્રો આર્મ્ડ સિસ્ટમ કોમ્પલેક્સમાં નિર્મિત K-9 વ્રજ ટેન્કનું અનાવરણ કર્યું છે. L&Tને ભારતીય સેનામાં 100 K-9 વ્રજ ટેન્ક બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 51 ટેન્ક તૈયાર થઈ ચૂકી છે. જે 15 સેકન્ડમાં એક સાથે 3 શૈલ છોડવા માટે સક્ષમ છે. આ ટેન્કની ફ્લેગશિપ સેરેમનીમાં રાજનાથ સિંહ ગુરૂવારે ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. આ અવસરે રાજનાથ સિંહે જણાવ્યું કે, “ભારતીય સેના આજે પહેલા કરતા વધારે મજબૂત અને આધુનિક હથિયારોથી સજ્જ થઈ છે. 100 હોર્સપાવનું એન્જિન આ ટેન્કને વધારે શક્તિશાળી બનાવે છે. આ ઓટોમેટિક લોડેડ ક્ષમતાથી સજ્જ હોવાની સાથે જ 40 કિલો મીટર દૂર સુધી દુશ્મનને મારવા સક્ષમ છે. રાજનાથે જણાવ્યું કે, દેશમાં પ્રથમ વખત ડિફેન્સ ઈન્વેસ્ટમેન્ટ સેલની રચના થશે. જે દેશના આર્મ્ડ સિસ્ટમને આત્મનિર્ભર બનાવવાની સાથે તેના આધુનિકરણમાં પણ રોકાણને જોશે.
રાજનાથે જણાવ્યું કે, “પહેલા દેશમાં આ વાતનો વિચાર પણ નહતો થતો કે, સેનામાં ખાનગી ભાગીદારી થઈ શકે છે. જેનો સૌથી વધુ લાભ સેનાને જ થશે. L&T ડિફેન્સ માટે સ્ટ્રેટેજિક પાર્ટનર છે. જે ટેન્ક બનાવી રહ્યું છે. હવે આર્મ્ડ વ્હીકલ પણ બનાવવામાં આવશે. રાજનાથે જણાવ્યું કે, દેશની સેનાની જરૂરતના 500 કંપોનેન્ટ હજુ પણ વિદેશથી આયાત કરવામાં આવી રહ્યાં છે, પરંતુ આવનારા સમયમાં મેક ઈન ઈન્ડિયા અંતર્ગત તેમાથી મોટાભાગનું ભારતમાં જ નિર્માણ થશે.