LRD મુદ્દે પત્રવારને લઈને નીતિન પટેલે કોંગ્રેસ પર કર્યો કટાક્ષ
ગાંધીનગર
એલઆરડી મુદ્દે અનામતનો મામલે ભાજપના સાંસદોએ જ સીએમને પત્ર લખ્યા છે. જેના પર ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ પર કટાક્ષ કર્યો કે, કોંગ્રેસ વાળાઓ પત્ર લખે પણ કોને લખે. ગુજરાત કોંગ્રેસ પાસે તો લોકસભામાં સમ ખાવા પુરતા પણ સાંસદો નથી. નાગરિકોના પ્રશ્નો મુદ્દે સાંસદો અને ધારાસભ્યો પત્ર લખીને સરકાર સમક્ષ રજૂઆત કરતા હોય છે.
સરકારમાં આ એક પ્રક્રિયા છે તેમ નીતિન પટેલે કહ્યુ હતુ. આ ઉપરાંત તેમણે શુદ્ધ હેતુથી પત્ર લખવાની વાત કરતા તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યો કે, કોંગી નેતાઓ પત્ર લખવાના મુદ્દાને ઉછાળે છે..અને નાગરિકોને ગેરમાર્ગે દોરે છે.ઉલ્લેખનિય છે કે, એસસી, એસટી, ઓબીસીની મહિલાઓના આંદોલનને સમર્થન આપીને ભાજપના જ સાંસદો ઉપરાંત કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ સીએમને પત્ર લખ્યા છે. જેમાં અનામત મુદ્દે વિસંગતાઓ દૂર કરવામાંની માગ કરાઈ છે.