આંતરરાષ્ટ્રીયગુજરાતરાષ્ટ્રીય

પાકિસ્તાન સાથે યુદ્ધ માટે લશ્કર તૈનાત, સરકારના હુકમની રાહ

– ઉરીમાં જવાનોની શહીદીનો બદલો લેવા પીઓકેમાં ઘૂસી સબક શીખવાડીશું
– ભારતીય સૈન્ય ગમે ત્યારે પાક.ને જવાબ આપવા સક્ષમ

શ્રીનગર, તા. ૧૯
ભારતીય સૈન્ય પાકિસ્તાન દ્વારા થયેલા આતંકી હુમલાનો જવાબ આપવા માટે આતુર છે. સૈન્ય ઓપરેશનના ડાયરેક્ટર જનરલ લેફ્ટનન્ટ રણબીરસિંહે જણાવ્યું હતું કે પાકિસ્તાને જે હુમલો કર્યો છે તેનો જવાબ આપવામાં આવશે. આ હુમલાનો જવાબ આપવા સ્થળ અને સમય અમે નક્કી કરીશું. પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં ધમ ધમી રહેલા આતંકી કેમ્પો પર આ હુમલો કરવા માટે સૈન્ય દ્વારા વિશેષ રણનીતિ તૈયાર કરાશે. આ ઉપરાંત એલઓસીની આસપાસ ચાલી રહેલા આતંકી કેમ્પો પર પણ હુમલા કરવા માટે સમય અને સ્થળ નક્કી કરાશે તેમ તેઓએ જણાવ્યું હતું.
તેઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાન દ્વારા થઇ રહેલા કાયર્તાપૂર્વકના હુમલાને સાંખી નહીં લેવામાં આવે. સૈન્યને યોગ્ય સમયે કડક જવાબ આપવા માટે ખુલ્લી છુટ આપવામાં આવી છે. બીજી તરફ સૈન્યના કેટલાક અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાન પાસેથી બદલો લેવામાં આવશે પણ સમય અને કેવી રીતે બદલો લેવાશે તે જાહેર કરવામાં આવશે નહીં. સૈન્યના સુત્રોએ જણાવ્યું હતું કે કોઇ પણ સંજોગોમાં બદલો તો લેવાશે જ પણ કેવી રીતે તે જાહેર નહીં કરાશે કે જેથી દુશ્મન સતર્ક ન થઇ જાય

પાકિસ્તાન સૈન્યના વડા રાહીલ શરીફે સૈન્ય સાથે બેઠક યોજી
જો ભારત ઘૂસણખોરી કરશે તો અમે જડબાતોડ જવાબ આપીશું : પાક.
ભારતની જવાબ આપવાની તૈયારી વચ્ચે પાક. સૈન્યને સતર્ક રહેવા આદેશ
ઇસ્લામાબાદ, તા. ૧૯
ભારત પાકિસ્તાનને જવાબ આપવાની તૈયારી કરી રહ્યું હોવાના અહેવાલો વચ્ચે પાકિસ્તાન સૈન્યના વડાએ પણ એક સર્વોચ્ચ સ્તરની બેઠક યોજી હતી. આ બેઠકમાં સૈન્યની સ્થિતિની જાણકારી લેવામાં આવી હતી. ઉરી આતંકી હુમલામાં પાકિસ્તાનના આતંકીઓનો હાથ હોવાના પુરાવા ભારતે આપ્યા હતા, જેને પગલે હવે પાકિસ્તાન સૈન્ય આ પ્રકારની બેઠકો યોજી તપાસ કરી રહ્યું હોવાના નાટક કરી રહ્યું છે. જ્યારે બીજી તરફ એવી પણ ચીમકી પાકિસ્તાન સૈન્યના વડા રાહીલ શરીફે ઉચ્ચારી છે કે જો કોઇ પણ પ્રકારની ઘુસણખોરી પાકિસ્તાન સરહદે કરવામાં આવશે તો સૈન્ય તેનો કડક જવાબ આપશે.
ભારત પાકિસ્તાનને જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે તેવા અહેવાલોથી થરથરી ગયેલા પાકિસ્તાનના સૈન્યના વડાએ તાત્કાલિક સૈન્યના ટોચના કમાન્ડરોની બેઠક યોજી હતી અને સૈન્યને કોઇ પણ હુમલાનો જવાબ આપવા માટે તૈયાર રહેવાના આદેશ પણ આપવામાં આવ્યા હતા. આ બેઠક યોજીને તેણે ભારતને પણ એક રીતે જવાબ આપવાની કોશીશ કરી હતી કે અમે તૈયાર છીએ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x