ગુજરાત ભાજપમાં ભૂકંપ, ધારાસભ્ય કેતન ઈમાનદારે પદેથી આપ્યું રાજીનામું
વડોદરા
વડોદરાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈમાનદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. રાજીનામાં પાછળનું મુખ્ય કારણ તેમના મત વિસ્તારના લોકોને પડી રહેલી હાલાકી અને તેના ઉકેલ માટે પાર્ટી દ્વારા દાખવવવામાં આવી રહેલી ઉદાસીનતા છે. ધારાસભ્ય કેતન ઈમાનદારે સરકાર પર બેદરકારી દાખવવાનો પણ આક્ષેપ કર્યો છે.
વિધાનસભા અધ્યક્ષને પત્ર લખીને જણાવ્યું છે કે, મારા મતવિસ્તારના લોકોની કેટલીક મુખ્ય માંગણીઓને લઇને સરકાર અને વહીવટી તંત્ર દ્વારા દાખવવામાં આવી રહેલા ઉદાસીનતાના કારણે સરકારના મંત્રીઓ કાર્યો પર ધ્યાન આપતા નથી.
તેમને વધુમાં લખ્યું છે કે, તેમનું પાર્ટીમાં માન-સન્માન પણ જળવાઇ રહ્યુ નથી. તેમના હોદ્દાની અવગણના કરવામાં આવી રહી છે. નાછૂટકે રાજીનામું આપવાને લઇને તેમને ઉલ્લેખ કર્યો કે, બીજેપીના નીતિ નિયમો પ્રમાણે કામ કરતો આવ્યો હોવા છતાં પણ મારી અને મારા સાથીદારોની અવગણના કરવામાં આવી રહી છે.