કુડાસણ: ઓર્બિટ મોલની કન્સ્ટ્રક્શન સાઈટ પર જમીન ધસતા 4નાં મોત, જવાબદાર કોણ..?
પ્રમુખ આનંદ ઓર્બિટ મોલની કન્સ્ટ્રક્શન સાઈટ પર અચાનક જમીન ઘસી પડતા એક એન્જિનિયર અને ત્રણ સર્વેયરના મોત.
ગાંધીનગર
ગાંધીનગરના કુડાસણ ખાતે એક કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ઘસી પડતા ચારના મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર, કુડાસણ ખાતે બની રહેલી પ્રમુખ આનંદ ઓર્બિટ મોલની કન્સ્ટ્રક્શન સાઈટ પર અચાનક જમીન ઘસી પડતા એક એન્જિનિયર અને ત્રણ સર્વેયરના મોત થયા હતા. દટાયેલી વ્યક્તિઓના બહાર કાઢવા માટે ત્રણ જેસીબી મશીનોની મદદ લેવાઇ હતી.
જેસીબી અને સ્થાનિક મજૂરોની મદદથી માટીમાંથી ચારેયને બહાર કાઢી 108ની મદદથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરોએ તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
મૃતકોમાં પાર્થ હરેશભાઇ પટેલ (ઉં.વ.25,રહે.દહેગામ), રાજેશ દોલતસિંહ ચૌહાણ (ઉં.વ. 25, રહે. દહેગામ), વસંતજી ભૂપતજી (ઉં.વ.20, રહે. મહેમદાવાદ) અને પ્રવીણભાઈ પ્રભાતભાઈ સોઢા (ઉં.વ.27, રહે. મહેમદાવાદ) નો સમાવેશ થાય છે.
મામલા સાથે જોડાયેલી મહત્વની જાણકારી
આ જમીન વિવાદાસ્પદ છે
જમીન ખરીદનાર 5 વ્યક્તિ ઓએ જમીન માલિકો ને પૂરતા રૂપિયા ચૂકવ્યા નથી
હાલ કોર્ટમાં કેસ ચાલે છે..
મહેસુલ મંત્રી ને પણ 22નવે.2019 લેખિત માં જાણ કરી છે.
5 જમીન ખરીદ નાર ના નામ
1 બાબુ જેસંગ દેસાઈ(Ex mla bjp કાંકરેજ)
2 નારણભાઇ બકોરભાઈ પટેલ
3 દેવેન્દ્ર ભાઈ નારણ ભાઈ પટેલ
4 નીતિનભાઈ પરસોત્તમ ભાઈ પટેલ
5 કલ્પેશભાઈ પરસોત્તમ ભાઈ પટેલ