ગુજરાત ભાજપમાં રાજકીય ભૂકંપ, ધારાસભ્યના રાજીનામાં બાદ તાલુકા અને નગર પાલિકા સભ્યો સમર્થનમાં ઉતર્યા
વડોદરા
ભાજપમાં રાજકીય ભૂકંપની સ્થિતિ સ્પષ્ટ દેખાઇ રહી છે, સાવલીના ધારાસભ્યના સમર્થનમાં હવે તાલુકા પંચાયતના સભ્યો પણ આવ્યા છે. 23 નગર પાલિકાના સભ્યો બાદ હવે 17 જેટલા તાલુકા પંચાયતના સભ્યોએ પણ પદેથી રાજીનામુ ધરી દીધુ છે, આ રાજીનામા તેમને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના સમર્થનમાં આપ્યા છે.
આ રાજકીય ઘટનાને જોતા કહી શકાય કે ગુજરાત ભાજપમાં અસંતોષની લાગણી સ્પષ્ટ દેખાઇ રહી છે. જોકે, હજુ સુધી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સાવલીમાં કોઇને મળવા નથી પહોંચ્યા. આજે સવારે સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારના સમર્થનમાં સાવલી નગરપાલિકાના 23 સભ્યો જેમાં પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના નેતાઓએ રાજીનામા ધરી દીધા હતા.
ગઇકાલે વડોદરા જિલ્લાના સાવલી વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામુ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ હતુ, તેમને ત્યાગપત્રમાં લખ્યુ હતુ કે વિકાસ કાર્યો ન થતાં હોવાનો ઉલ્લેખ કર્યો હતો, અને લાંબા સમયથી સરકારની કામગીરીથી નારાજ હતા.