ગાંધીનગરગુજરાત

કેતન ઇનામદારના રાજીનામા બાદ એક્શન મોડમાં કોંગ્રેસ, આપી ઓફર

ગાંધીનગર
સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામા બાદ હવે નગરપાલિકાના 23 સભ્યોએ પણ રાજીનામા આપી દીધા છે. કેતન ઇનામદારના સમર્થનમાં સાવલી નગરપાલિકાના ભાજપના 23 નગરસેવકોએ બળવો કર્યો છે. બીજી તરફ કોંગ્રેસે કેતન ઇનામદારને કોંગ્રેસમાં જોડાવવા આમંત્રણ આપ્યુ છે.
કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપ સરકાર સામે સવાલ ઉઠાવ્યા હતા. પરેશ ધાનાણીએ કહ્યું કે, ‘ભાજપમાં ઇમાનદાર લોકો રહી ન શકે, આગામી સમયમાં ભાજપમાં અનેક ધારાસભ્ય રાજીનામા આપી શકે છે, ભાજપમાં સરમુખત્યારશાહી ચાલે છે. ભારતીય જનતા પાર્ટીના વિધાનસભા પક્ષમાં કેતન ઇનામદારે પોતાનું રાજીનામુ રજૂ કર્યુ છે. આ સરવાળો અટકતો નથી. ઘણા ધારાસભ્યો અમારી પાસે આવી સરકાર સામે બળાપો કાઢી જાય છે, અમે તેમણે આશ્વાસન આપીએ છીએ.જનતા હવે જાગી છે, ઇનામદાર લોકો અવાજ ઉઠાવતા થયા છે તેની શરૂઆત સાવલાની ધારાસભ્યએ કરી છે. આવનાર દિવસોમાં વધુ ધારાસભ્યો ખુલીને બહાર આવે તેવી શક્યતા છે. સાચુ બોલનારા લોકોને કોંગ્રેસ પક્ષ સમર્થન આપશે અને ગુજરાતની જનતા આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને સબક શીખવાડશે.
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પણ રાજ્યની રૂપાણી સરકાર પર પ્રહાર કર્યા હતા. અમિત ચાવડાએ કહ્યું કે, ‘ભાજપમાં અનેક લોકો નારાજ છે અને ગુજરાતની પ્રજાની સરકાર સામે તમામ રીતે નારાજગી બહાર આવી છે, ભાજપના ધારાસભ્યો પણ સરકાર સામે બળવો પોકારવાના મૂડમાં છે, સરકારમાં ધારાસભ્યોનું પણ કોઇ સાંભળતુ નથી, ભાજપમાં ઉકળતો ચરૂ બહાર આવ્યો છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે સરકારમાં બેઠેલા મંત્રીઓ અને અધિકારીઓ મનમાનીથી સરકાર ચલાવે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x