ગાંધીનગરગુજરાત

ગાંધીનગર જિલ્લા કલેક્ટરને રાષ્ટ્ર્રિય અન્સારી એકતા સંગઠને આવેદન પત્ર આપ્યું

ગાંધીનગર
ગાંધીનગર જિલ્લા કલેક્ટરને રાષ્ટ્ર્રિય અન્સારી એકતા સંગઠન દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં ગુજરાત સરકાર સમાજ કલ્યાણ વિભાગ ઠરાવ-સશપ-૧૧૯૪-૧૪૧૧-અ તા.૨૫/૭/૧૯૯૪માં પાનાં નં –૫,પર ગુજરાત રાજ્યની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની બીજી યાદીના ૫૭-અ માં મનસારી (મુસ્લિમ) જાતિનો સમાવેશ કરવામાં આવેલ છે. જે અમોએ માહિતી નિયામકશ્રી વિકસતી કલ્યાણ વિભાગ પાસે માંગતા તેમના દ્વારા ઉપરોક્ત ઠરાવ મુજબ આપવામાં આવેલ છે. અમો એ સ્પષ્ટતા કરવા માંગીએ છે કે, ગુજરાતમાં મનસારી (મુસ્લિમ) છે કે કેમ તે કહી શકાતું નથી. હાલ ગુજરાતમાં અન્સારી (મુસ્લિમ) જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. તેઓને ભારતના અન્ય રાજ્યોમાં ઓબીસી યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને જે ગુજરાતમાં ઓબીસીની યાદીમાં સમાવેશ થયેલ નથી.
આ અંગેની સ્પષ્ટતા અને મનસારી (મુસ્લિમ) જ્ઞાતિની વધુ વિગત મેળવવા અંગે અમો દ્વારા નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણ વિભાગમાં માહિતી માંગવામાં આવેલ જે પત્ર ક્રમાંક વિજાક/જન/જામાઅ-૨૯/૧૯-૨૦/૧૬૨૮, તારીખ ૧૫/૧૦/૨૦૧૯ મુજબ ઉપ સચિવશ્રી, (વિ.જા) સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સચિવાલય ને તબદીલ કરવામાં આવેલ. જે પત્ર ક્રમાંક – અપવ /પંચ/પરચ/૨૦૧૯/૮૧૪ તારીખ ૦૬/૧૧/૨૦૧૯ મુજબ દ્વારા અમોને આ મુદ્દે સ્પષ્ટતા કરવામાં આવેલ નથી. અમારી આપશ્રીથી નમ્ર અપીલ છે કે, અમોને મનસારી (મુસ્લિમ) જ્ઞાતિ જો ગુજરાતમાં હોય તો તેની વિગત પૂરી પાડશો અને જો આ જ્ઞાતિ ગુજરાતમાં ના હોય તો આ જ્ઞાતિને ઓબીસી યાદીમાં સમાવેશ કરવા અંગેની પ્રક્રિયા અંગે અમો ને જણાવશો. તેમજ અમો દ્વારા અન્સારી (મુસ્લિમ) સમાજના આગેવાન ને મળ્યા મુજબ જાણવા મળેલ કે ગુજરાતમાં મનસારી નહીં પણ અન્સારી જ્ઞાતિના મુસ્લિમ છે. જો આમ હોય તો સત્વરે આ મુદ્દા ને ધ્યાને લઈ ભૂલ સુધારવા વિનંતી કરીએ છે. તેમજ જો મનસારી જ્ઞાતિ ગુજરાતમાં ના હોય અને ‘અન્સારી’ ના સ્થાને ‘મનસારી’ થયેલ હોય તો તત્કાલિન તેને સુધારવામાં આવે અને અન્સારી જ્ઞાતિના લોકો ને ગુજરાતની ઓબીસી યાદીમાં સમાવેશ કરવામાં આવે.
भारत का राजपत्र सं।नं.270,नयी दिल्ही,सोमवार डिसेम्बर 6,1999 अग्रहायण 15,1921 ભારતના રાજપત્રમાં હોવા છતાં પણ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની અન્સારી (મુસ્લિમ) ના બદલે મનસારી (મુસ્લિમ) કરી દેવામાં આવેલ છે. જેના લીધે અન્સારી સમાજ ૨૦ વર્ષોથી બક્ષીપંચના લાભોથી દૂર રહ્યો છે.અમારી વિંનતી છે કે આ ભૂલ સુધારી ગુજરાત ઓબીસી યાદીમાં મનસારી (મુસ્લિમ) ના બદલે અન્સારી (મુસ્લિમ) કરવામા આવે તેવી માંગ રાષ્ટ્ર્રિય અન્સારી એકતા સંગઠન રાજ્યના પ્રમુખ શકીલ અહમદ અન્સારી, ગાંધીનગર જિલ્લા પ્રમુખ મન્જુર મહમ્મદ્કમાલ અન્સારી, ગાંધીનગર જિલ્લા સંગઠન સચિવ સરફરાજ અન્સારી, કલોલ તાલુકા ઉપ પ્રમુખ મહેબુબઆલમ અન્સારી દ્વરા આપવામાં આવ્યું. વધુમાં તેમણે જણાવ્યુ કે જો આ ભૂલ સુધારવામાં નહીં આવેતો રાષ્ટ્ર્રિય અન્સારી એકતા સંગઠન, રાજ્યના દરેક જિલ્લા થી આવેદન આપવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x