સરકાર શા માટે ઇલેક્ટ્રિક વાહનો પર રાહત આપી રહી છે, CJI કરશે ગડકરી સાથે ચર્ચા
નવી દિલ્હી
ભારતના મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડેએ વાયુ પ્રદૂષણને રોકવા માટે કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરી સાથે ચર્ચા કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ નિયત સમયગાળામાં તમામ જાહેર પરિવહન અને સરકારી વાહનોને ઇલેક્ટ્રિક વાહનોથી બદલવાની કેન્દ્રની નીતિ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરશે.
સુપ્રીમ કોર્ટ બુધવારે (આજે) તમામ જાહેર પરિવહન અને સરકારી વાહનોને ઇલેક્ટ્રિક વાહનોમાં ધીમે ધીમે રૂપાંતરિત કરવાની તેની નીતિને લાગુ કરવા માગતી સેન્ટર ફોર પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીગેશન (સીપીઆઇએલ) દ્વારા દાખલ કેસની સુનાવણી કરી રહી છે. હતી.