રાષ્ટ્રીય

કોંગ્રેસ નો આરોપ: અપરાધીઓને સુવિધા અને જનતા પર અત્યાચાર, આવી છે મોદી સરકાર

નવી દિલ્હી
કોંગ્રેસે નરેન્દ્ર મોદીની સરકાર પર આરોપ મૂક્યો છે કે, તે ગુનેગારોને સુરક્ષા પૂરી પાડી રહી છે. આ સાથે જ અમીર અને ગરીબ વચ્ચે અસમાનતા વધારી રહી છે. કોંગ્રેસનું કહેવું છે કે, આ ભાજપ વિભાજનની નીતિ અપનાવી રહ્યું છે. જેમાં ખેડૂત, મજૂર, ગરીબ અને વંચિતો માટે કોઈ જગ્યા નથી.
કોંગ્રેસ બુધવારે સવારે ટ્વીટ કરીને જણાવ્યું કે, અપરાધીઓને સંરક્ષણ અને જનતા પર અત્યાચાર, કંઈ આવી છે મોદી સરકાર. ગંભીર ગુનેગારોનો બચાવ કરવો ભાજપની આદત છે. જ્યારે દેશના બંધારણની રક્ષા માટે ઉઠનારા અવાજોથી ભાજપને નફરત છે. આવી વિભાજનકારી માનસિક્તા દેશહિતમાં નથી.
તાજેતરમાં કોંગ્રેસ પ્રવક્તા ગૌરવ વલ્લભે આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝ દ્વારા ભારતના આર્થિક વિકાસ દરનું અનુમાન ઓછુ આંકવાને લઈને મોદી સરકારને આડેહાથ લેતા આરોપ મૂક્યો હતો કે, સરકાર અર્થ વ્યવસ્થા સાથે સંકળાયેલા આંકડા છુપાવ્યા બાદ હવે ગરીબીને દીવાલ પાછળ છૂપાવવાનો પ્રયત્ન કરી રહી છે. સરકારે દેશના સામાન્ય નાગરિકો વિરૂદ્ધ યુદ્ધ છેડ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *