ગાંધીનગરગુજરાત

કલોલ : વામજ રોડ પરથી કડીના યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી

કલોલ :કલોલના વામજથી પ્રતાપપુરા જતા રોડ પર હત્યા યુવાનની લાશ મળી આવતા હોબાળો ચમી ગયો હતો. લાશ ઉપરથી એવુ લાગી રહ્યું હતું કે કોઇ અજાણ્યા શખ્સોએ નિર્દયતચાપૂર્વક તેની હત્યા કરી લાશને રઝળતી ફેકી નાસી છૂટ્યા હતાં. બનાવની જાણ થતાં ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે અજાણ્યા હત્યારાઓ સામે ગુનો દાખલ કરી તેમને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
કોઇ અન્ય સ્થળે હત્યા કરી લાશ ફેંકીને અજાણ્યા શખ્સો નાસી છૂટ્યાં
પ્રાપ્ત વિગતો મુજબ આજે વહેલી સવારે કલોલથી વામજ જતા રોડ પર એક યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ જોવા મળી હતી. બનાવની જાણ પોલીસને થતાં પોલીસ તુરંત ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ઘરતા લાશ કડી તાલુકાના મેડા આદરજ ગામે રહેતા ગોવિંદજી ગલાલજી ઠાકોર (ઉ.વ.32) ની હોવાનું ખુલ્યુ હતું. તેમજ હત્યારાઓએ ગોવિંદજીને માથાના ભાગે બોથડ પદાર્થ તેમજ છરીઓના ઘા મારી હત્યા કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ હત્યારાઓએ યુવાનની હત્યા અન્ય કોઇ સ્થળે કરી લાશને અહીં નાખી નાસૂ છૂટ્યા હોવાનું જણાઇ આવે છે. પોલીસે ડોગ સ્કોર્ડ અને એફ.એસ.એલ.ને બોલાવીને તપાસ હાથ ધરી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x