આંતરરાષ્ટ્રીયગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિ: સાડા ૩ કલાકના કાર્યક્રમ માટેની બૈઠક 10 મિનીટ માં સમેટાઈ

અમદાવાદ
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને મોદી 24 ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. આ મુલાકાત પહેલા જ 21 ફેબ્રુઆરીએ એક નવો જ ટ્વિસ્ટ આવ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે નવો ધડાકો કર્યો કે, મોટેરા સ્ટેડિયમનો કાર્યક્રમ ‘ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિ’ નામની કોઈ સંસ્થા યોજી રહી છે. ગઈકાલે અચાનક જ આ સમિતિની રચના કરી મેયર બિજલ પટેલને ચેરમેન બનાવ્યા હતા, ત્યાર બાદ બે સાંસદ એવા ડૉ.કિરીટ સોલંકી અને હસમુખ પટેલને પણ સમિતિના સભ્ય બનાવ્યા હતા. આમ પહેલા ટ્રમ્પને આમંત્રણ આપવામાં આવ્યું અને ત્યાર બાદ આયોજન થયું અને અંતે બે દિવસ પહેલા યજમાન નક્કી થયા છે. ટ્રમ્પના સાડા ત્રણ કલાકના કાર્યક્રમ માટે ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિવાદન સમિતિની પ્રથમ બેઠક માત્ર 10 મિનિટમાં જ સમેટાઈ ગઈ હતી અને મેયર સહિતના તમામ સભ્યોએ મીડિયા સાથે વાતચીત કરવાનું ટાળ્યું હતું અને ચૂપચાપ રવાના થયા હતા. આ બેઠકમાં સમિતિના સભ્યો એવા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા, પદ્મભૂષણ બી.વી.દોશી,ચેમ્બર ઓફ કોમર્સના દુર્ગેશ બુચ સામેલ થયા હતા. જોકે આ સમિતિમાં અન્ય બે સભ્ય તરીકે પદ્મશ્રી ભીખુદાન ગઢવી અને GTU કુલપતિ ડૉ.નવીન શેઠ પણ હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ પ્રથમ બેઠકમાં બન્ને સભ્યો ગેરહાજર રહ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x