નમસ્તે ટ્રમ્પ: ભવ્ય તૈયારીઓ વચ્ચે મોટેરા સ્ટેડિયમનો ગેટ પડ્યો – Manzil News

નમસ્તે ટ્રમ્પ: ભવ્ય તૈયારીઓ વચ્ચે મોટેરા સ્ટેડિયમનો ગેટ પડ્યો

અમદાવાદ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે ગુજરાત અને અમદાવાદમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં ભાગ લેશે. પરંતુ ભવ્ય તૈયારીઓ વચ્ચે મોટેરા સ્ટેડિયમનો ગેટ પડ્યો હતો. પવનની ઝાપટાઓને કારણે અસ્થાયી દરવાજો સ્ટેડિયમ નજીક પડ્યો હતો. જો કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. પીએમ મોદી અને યુએસ પ્રમુખ ટ્રમ્પ આવતીકાલે આ દરવાજામાંથી પસાર થવા જઇ રહ્યા છે
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ ભારતની મુલાકાતે આવવાના છે. ટ્રમ્પની મુલાકાતને લીધે દરેક નાના-મોટા પસંદ-નાપસંદનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ પણ તેમની ભારત મુલાકાતને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *