નમસ્તે ટ્રમ્પ: આગ્રા પહુંચ્યા ટ્રમ્પ-મેલેનિયા-ઇવાન્કા
આગ્રા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજથી 2 દિવસના પ્રવાસે ભારત આવ્યા છે. તેમની સાથે પત્ની મેલેનિયા, ઈવાન્કા અને તેમના જમાઈ ઝૈરેડ કુશનર પણ હાજર છે. ટ્રમ્પ પરિવાર અમદાવાદની મુલાકાત કરીને આગ્રા પહોંચી ગયા છે.
ટૂંક સમયમાં તેઓ અહીં તાજમહેલ જોવા પહોંચશે. ટ્રમ્પની યાત્રાને ખાસ બનાવવા માટે એરપોર્ટથી તાજમહાલ સુધીના રસ્તામાં 21 જગ્યાઓ પર 3000 કલાકાર ભારતીય કલા અને સંસ્કૃતિનો તેમને પરિચય કરાવશે. ટ્રમ્પના પ્રવાસના પગલે સોમવારે 12 વાગે તાજમહાલ આમ પર્યટકો માટે બંધ થઈ જશે. બાદમાં મંગળવારે સવારે ખુલશે.
આગ્રા પહોંચ્યા બાદ મેયર નવીન જૈન ટ્રમ્પ પરિવારને રિસીવ કરશે. જૈને જણાવ્યું કે તે રાધે-રાધે બોલીને ટ્રમ્પ ફેમિલીનું સ્વાગત કરશે. પ્રથમ વખત ભારત આવી રહેલા ટ્રમ્પને મેયર 600 ગ્રામ વજનની અને 12 ઈંચ લાંબી ચાવી, સગેમરમરથી બનેલા તાજમહેલનું મોડલ ભેટમાં આપશે. શહેરના મેયર તેમને આગ્રાના હેડ હોવાના પ્રતીક રૂપે ચાવી આપશે.