ગાંધીનગરગુજરાત

વિશ્વમાં ગૌમાસ નિકાસકારમાં ભારત નંબર વન : પરેશ ધાનાણી

• રાજય સરકાર આત્‍મહત્‍યાના આંકડા છુપાવે છે.
• રાજયમાં ગૌહત્‍યાના કાયદાનો કડક અમલ કરાવો.
• બોગસ એડ્રેસ ધરાવતા સોશ્‍યલ મિડિયાના એકાઉન્‍ટસ બંધ કરાવવા જોઇએ.​
ગાંધીનગર :
​ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ દરમ્‍યાન રાજયમાં ગૌ હત્‍યાના કાયદાને કડક અમલના દાવાની પોલ ખોલતા ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, ગૌરક્ષાનો કાયદો કોંગ્રેસ શાસનમાં બન્‍યો છે. આજે રાજયમાં ગૌશાળામાં ગાયો ભૂખે મરે છે. તેમજ રાજયમાં કુલ-49ર કરોડ ચો.મી. ગૌચર, સરકારી ખરાબો અને પડતર જમીનો સરકારે ખાનગી ખોળે ધરી દીધી છે. આથી આજે ગાયોને ચરિયાણ માટેના ગૌચર બચ્‍યા નથી. ભારત સરકારની આ નિતીના કારણે સમગ્ર વિશ્વમાં ગૌમાસ નિકાસકારમાં ભારત નંબર વન તરફ આગળ વધી રહયું છે. સરકારે પણ સ્‍વીકાર્યુ છે કે, 1,00,000 કિલો ગૌમાંસ પકડાયું. એ જ સરકારની પોલ ખોલે છે. ગાયોના નામે રાજકારણ કરતી ભાજપ સરકારને કટાક્ષ કરતા કહયું કે, ગુજરાતમાં ગાયનું માંસ પકડાય તો પકડાયેલો માણસ થરથર કાંપે એવી નીતિ છે. આ નિતીની અમલવારીમાં ઉણપ છે. ત્‍યારે આ નિતીનો કડક અમલ કરવા સરકાર ઇચ્‍છે છે કે નહિ તેવો શ્રી ધાનાણીએ સવાલ કર્યો હતો.
​શ્રી ધાનાણીએ વિધાનસભામાં સાઇબર ક્રાઇમ અંગેના એક સવાલમાં મુદ્દો ઉપસ્‍થિત કર્યો હતો કે, આજે કોઇ વ્‍યકિત પોતાની પત્‍ની સાથેની વાત ગોપનિયતા જળવાય નહિ તેવી સ્‍થિતિ છે. સાઇબર ક્રાઇમની સમસ્‍યા અને ડિજીટલ દુનિયાના દુરપયોગે સામાન્‍ય માણસનું જીવવું દુષ્‍કર કરી દીધું છે. ઇન્‍ટરનેટના દુરઉપયોગથી હેકરો દ્વારા સામાન્‍ય માણસના બેન્‍ક ખાતામાંથી રૂપિયા ટ્રાન્‍સફર કરવા, ઓનલાઇન ઠગાઇ, જમીનો પચાવી પાડવી, ખંડણી ઉઘરાવવી વિગેરે જેવા ગુનાઓ વકરી રહયાં છે. સોશ્‍યલ મિડિયામાં ફેસબુક, ટવીટર, વોટસએપ, ઇન્‍સ્‍ટાગ્રામમાં બોગસ એકાઉન્‍ટ બનાવીને દુષ્‍પ્રચાર રાજકીય કરવામાં આવે છે તો આવા બોગસ એડ્રેસ ધરાવતા સોશ્‍યલ મિડિયા એકાઉન્‍ટ બંધ કરાવવા જોઇએ.
​રાજયમાં વધી રહેલા આત્‍મહત્‍યાના બનાવોના પ્રશ્ને સરકારને ભીંસમાં લેતા વિપક્ષ નેતાએ જણાવ્‍યું કે, 1લી જાન્‍યુઆરી-18થી 31 ડિસેમ્‍બર,19 દરમ્‍યાન રાજયમાં 14,70ર આત્‍મહત્‍યા, 44081 અપમૃત્‍યુ, ર9,ર98 આકસ્‍મિક મૃત્‍યુ સહિત 88,081 અકુદરતી મૃત્‍યુ નોંધાયાનું સરકારે સ્‍વીકાર્યુ છે. ગુજરાતમા઼ દર 1ર મીનીટે એક વ્‍યકિત મૃત્‍યુ પામે છે. એટલે કે દર કલાકે પ અને એક દિવસમાં 1ર0 લોકો અપમૃત્‍યુ પામ્‍યા હોવાનું નોંધાયું છે. આત્‍મહત્‍યા આઇ.પી.સી.309 નીચે નોંધાય છે. જયારે ભૂલથી દવા પીવે, ભૂલથી સળગી જાય, ભૂલથી કુવામાં પડી જાય તો એને આ સરકાર દ્વારા સી.આર.પી.સી. 174 નીચે અપમૃત્‍યુમાં નોંધીને ખરેખર થયેલી આત્‍મહત્‍યાના આંકડા સરકાર છુપાવી રહી છે.
​વધુમાં શ્રી ધાનાણીએ જણાવ્‍યું કે, રાજયમાં ઓછુ ઉત્‍પાદન, પોષણક્ષમ ભાવનો અભાવ અને આર્થિક સંકડામણના કારણે ખેડૂતોએ આત્‍મહત્‍યાઓ કરેલ છે. પોલીસ ફરિયાદમાં વ્‍યવસાયના ખાનામાં ખેતીકામ લખેલ હોય ત્‍યારે આવા ખેડૂતો આત્‍મહત્‍યા કરે ત્‍યારે આવાં ખેડૂતોની આત્‍મહત્‍યાને ખેડૂતે કરેલ આત્‍મહત્‍યા સરકારે ગણવી જોઇએ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x