ગાંધીનગર

મે. યોગિ એજ્યુટ્રાન્સીટ પ્રા.લી. સંચાલિત ગાંધીનગર મહાનગરપાલિકા શહેરી બસ પરિવહન સેવાના ઉપક્રમે સંનિષ્ટ અને ઉત્ક્રુષ્ટ સેવા બજાવનાર કર્મચારી ગણનો “સેવા અભિવાદન કાર્યક્રમ” યોજાયો.

ગાંધીનગર :

       તાજેતરમાં મેસર્સ યોગિ એજ્યુટ્રાન્સીટ પ્રા. લી. સંચાલિત ગાંધીનગર મહાનગરપાલિકા શહેરી બસ પરિવહન સેવાના ઉપક્રમે સંનિષ્ટ અને ઉત્ક્રુષ્ટ સેવા બજાવનાર કર્મચારી ગણનો “સેવા અભિવાદન કાર્યક્રમ” સેક્ટર-૬, પથિકાશ્રમની સામેના શહેરી બસ પરિવહન ડેપો ખાતે મેયર શ્રીમતી રીટાબેન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હ્તો. જેમાં ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.આર.રાવલ તથા મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન શ્રી દેવેન્દ્રસિંહ ચાવડાએ ઉપસ્થિત રહી કર્મચારીઓનું અભિવાદન કરી પ્રસસ્તિપત્ર એનાયત કરેલ.

       આ પ્રસંગે મેયર શ્રીમતી રીટાબેન પટેલે ગાંધીનગર મહાનગરપાલિકા શહેરી બસ સેવાના સફળ સંચાલન અને સુરક્ષીત પરિવહન વ્યવસ્થા બદલ મેસર્સ યોગી એજ્યુ. પ્રા.લી. કંપનીના પ્રોપરાઇટર શ્રી ભરતસિંહ કુંપાવતને અભિનંદન પાઠવેલ અને આ સેવા થકી રોજગારી પૂરી પાડવાની સેવાની કદર કરી હતી. તેઓએ વધતાં જતા ટ્રાફિક, વાહનો અને પ્રદુષણની સામે જાહેર પરિવહન સેવાને જે ગાંધીનગર મહાનગરપાલિકાનું જનસેવાનું સુરક્ષીત અને સલામત પરિવહન છે તેમ જણાવી તેનો ઉત્તરોતર વધુ ઉપયોગ કરવા ભાર મૂકેલ.

       જિલ્લા વિકાસ અધિકારિ શ્રી આર.આર.રાવલે સુરક્ષીત પરિવહન સેવા તરીકે જાહેર પરિવહનનો ઉપયોગ થકી રસ્તાઓ પરના ટ્રાફિક ભારણ, અકસ્માતો અને પર્યાવરણીય દુષણો સંકુચીત થાય તેમ જણાવી ગાંધીનગરના ગ્રામવિસ્તારના પ્રજાજનોને તેનો સરળ સ્વભાવ અને કર્તવ્યનિષ્ટ સેવા યોગી પરિવારના મોભી શ્રી ભરતસિંહને નફાની અપેક્ષા વગરની આ જનસેવાના ભાગને બિરદાવી સહકાર આપવા અપીલ કરેલી.

            સંસ્થાના પ્રોપરાઈટર શ્રી ભરતસિંહ કુંપાવતે મેયરશ્રીજીલા વિકાસ અધિકારીશ્રી ગાંધીનગર અને સ્ટેંડીંગ કમિટિના ચેરમેનશ્રીનું સ્વાગત કરેલ અને યોગી ગ્રુપ ઓફ કંપનીના વાઇસ પ્રેસીડન્ટ શ્રી મુકેશ વેદે પ્રાસંગિક પ્રવચન કરેલ જ્યારે સંસ્થાના ઓપરેશન મેનેજર શ્રી પરીખે આભાર દર્શન કરેલ. સમગ્ર કાર્યક્રમનું સુનિયોજીત અને રસભર વાણીમાં સંચાલન શ્રી વિનોદભાઇએ સંભાળેલુ. આ પ્રસંગે ગાંધીનગર યોગી પરિવારના કંપનીનો સ્ટાફ અને શાળા-મહાશાળા કોલેજોના ટ્રસ્ટી મંડળે ઉપસ્થિત રહી શાળા કોલેજના ટ્રસ્ટીઓએ યોગી એજ્યુટ્રાન્સીટ દ્વારા પૂરી પડાતી બસ સેવાના નિયમિતપણાસુરક્ષા અને સલામતિ સાથે સ્ટાફની શિસ્ત બધ્ધતાની ઉત્ક્રુષ્ટ કામગીરીની પ્રશંસા કરેલ.    

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x