COVID-19: માસ્ક અને સેનિટાઇઝરનાં બેફામ ભાવ વધારા વચ્ચે સરકારે નક્કી કરી કિંમતો.
નવી દિલ્હી :
દેશમાં કોરોનાનાં વધતી અસરને જોતા ફેસ માસ્ક અને સેનિટાઇઝરની કિંમતોનો વધારાને રોકવા માટે સરકારે કડક હાથે કામ લેતા તેનાં ભાન નક્કી કરી દીધા છે.
કેન્દ્રીય ગ્રાહક અને પુરવઠા પ્રધાન રામ વિલાસ પાસવાને શુક્રવારે આ માહિતી આપી છે,તેમણે એક પછી એક ટ્વીટ કરીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે 200 મીલી સેનિટાઇઝરની કિંમત 100 રૂપિયાથી વધું ન હોવી જોઇએ, તથા માસ્ક બનાવવામાં વપરાતા ફેબ્રિકની કિંમત તે જ રહેશે જે 12 ફેબ્રુઆરી 2020નાં દિવસે હતી.
ભારતમાં કોરોના વાયરસનાં કુલ કેસની સંખ્યા 233 થઇ છે, જેમાં 32 વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે, કેન્દ્રીય આરોગ્ય પ્રધાને આ માહિતી આપી.
પાસવાને ટ્વીટ કરીને જણાવ્યું કે કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે બજારમાં વિવિધ પ્રકારનાં માસ્ક, તેને બનાવવામાં વપરાતી સામગ્રી અને હેન્ડ સેનિટાઇઝરની કિંમતોમાં તોતિંગ વધારો થયો છે,સરકારે તેને ગંભીરતાથી લેતા આ ચીજોની કિંમતો નક્કી કરી છે.
તેમણે કહ્યું કે આવશ્યક વસ્તું અધિનિયમનાં અનુસાર 2 અને 3 પ્લાઇ માસ્કમાં ઉપયોગ થનારા ફેબ્રિકની કિંમત તે જ રહેશેં. જે 12 ફેબ્રુઆરી 2020નાં દિવસે હતી, 2 પ્લાઇ માસ્કની રિટેલ કિંમત 8 રૂપિયા અને 3 પ્લાઇ માલ્કની કિંમત 10 રૂપિયાથી વધું નહી હોય.