ગાંધીનગરગુજરાત

ગાંધીનગરના કોરોના પોઝિટીવનું મકાન કોર્પોરેશને પોતાના હસ્તક લઇ લીધું, ઉબેરનો ડ્રાઈવર પણ કોરોન્ટાઈલમાં ગયો.

ગાંધીનગર :

ગાંધીનગરમાં કોરોના વાઇરસનો પોઝિટિવ કેસ નોંધાયો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવામાં આવ્યો છે. પોઝિટિવ દર્દીના પરિવારને જર્મન પેલેસમાં 14 દિવસ રાખવામાં આવશે. સેકટર 29માં આવેલા મકાનને 14 દિવસ માટે કોર્પોરેશને પોતાના હસ્તક લીધું. આખા મકાનને સેનેટાઈઝ કરવામાં આવશે. દુબઇથી આવેલા ગાંધીનગરના યુવકનો કોરોના પોઝિટિવ આવ્યો છે. એરપોર્ટ પર સ્ક્રીનિંગ સમયે નોર્મલ ટેમ્પરેચર સામે આવ્યું હતું. અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર આવ્યા તે ઉબેર કેબના ડ્રાઇવરને પણ 14 દિવસ કોરોન્ટાઇલ કરવામાં આવ્યો છે. આ વાતની ગાંધીનગરના મેયર પુષ્ટિ કરી છે.

નીતિન પટેલે નવા કોરોના અસરગ્રસ્તોની આપી માહિતી
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વડોદરામાં કોરોના વાયરસ અંગે મહત્વનું નિવેદન આપ્યુ. તેમણે જણાવ્યુ હતુ કે, રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૩ કેસ પોઝિટીવ નોંધાયા. વડોદરામાં બે શખ્સના રિપોર્ટ પોઝિટીવ આવ્યા જેઓ શ્રીલંકાથી આવ્યા હતા. બન્ને દર્દીના પરિવારના ૨૪ સભ્યોને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા. વિદેશથી આવેલા લોકોના કારણે રાજ્યમાં કોરોનાનો ફેલાવો થઈ રહ્યો છે. રાજ્યમાં 13 માંથી 12 કેસ વિદેશ ફરેલા લોકોમાં નોંધાયા છે. જે શખ્સમાં કોરોનાના પોઝિટીવ કેસ નોંધાયા તેમને અલગ અલગ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. નાયબ મુખ્ય પ્રધાને વધુમાં જણાવ્યુ હતુ કે, વધુ ભીડ એકઠી થવાના કારણે કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે. અને મોલમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓ સિવાય વેચાણ બંધ કરવું પડશે. કોરોના વાયરસ અંગે સીએમના નિવાસ સ્થાને બેઠક કરવામાં આવી. જેમા મહત્વના નિર્ણય પણ લેવામાં આવ્યા છે.

મૃત્યુંનું પ્રમાણ 2 ટકાથી ઓછું
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદના આસરવાની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી અને કોરોના વાયરસ અંગે અધિકારીઓ સાથે સમીક્ષા કરી. તેમણે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યુ કે, રાજ્યમાં કોરોનાના કુલ ૧૩ પોઝિટીવ કેસ નોંધાયા છે. કોરોનાના કેસ ન વધે તે માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર રોક લગાવી. આપણે અત્યારે ફેઝ 2 અને 3 ની વચ્ચે છીએ. સી.એમ. રૂપાણીએ જણાવ્યુ હતુ કે, આપણે ગભરાવાની જરૂર નથી. કોરોનાને કારણે મૃત્યુંનું પ્રમાણ 2 ટકાથી ઓછું છે. ગુજરાતમાં આંતરિક સંપર્કનો માત્ર એક જ કેસ છે. કોરોનાથી તંત્ર એલર્ટ થયુ છે. અને રાજ્યના મહાનગર સુરત, રાજકોટ, વડોદરા અને અમદાવાદમાં અલગથી હોસ્પિટલ ઉભી કરવામાં આવશે. અમદાવાદમાં નવી સિવિલ હોસ્પિટલ જે 1 હજાર 200 બેડ છે તે આખી હોસ્પિટલ કોરોના વાઈરસના આઈસોલેશન માટે ઉભી કરવામાં આવશે. જ્યાં કોરોના વાઈરસની સારવાર માટે સ્ટાફ મુકવામાં આવી રહ્યો છે.

કયા નેતાને કયા જિલ્લાની જવાબદારી ?
કોરોના મામલે ચારેય શહેરો કે જ્યાં પોઝિટિવ કેસ નોંધાયા છે એ શહેરોના નિરીક્ષણની જવાબદારી મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને વડોદરાની જવાબદારી સોંપાતા તેઓ વડોદરા જવા રવાના થયા છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસામા રાજકોટ પહોંચ્યા છે, તો કેબિનેટ મંત્રી ગણપત વસાવા સુરત પહોંચવાના છે. જ્યારે અમદાવાદનું નિરીક્ષણ ગાંધીનગરથી થવાનું છે. તમામ શહેરોમાં 11.30 વાગ્યે મંત્રીઓ દ્વારા સમીક્ષા બેઠક કરવામાં આવશે. ઉપરાંત ચારેય શહેરોમાં પ્રભાવી સચિવની નિમણૂક કરવામાં આવી છે. ચારેય શહેરોમાં પૂર્વ કલેક્ટરને જવાબદારી સોંપવામાં આવી છે. રાજકોટ માટે ડો. રાહુલ ગુપ્તા, વડોદરાનું સુપરવિઝન વિનોદ રાવ, સુરતની જવાબદારી એમ.એસ. પટેલ અને અમદાવાદની જવાબદારી પંકજકુમારને સોંપવામાં આવી છે.

શહેર કોને જવાબદારી ? પ્રભાવી સચિવ
અમદાવાદ વિજય રૂપાણી (ગાંધીનગરથી) પંકજ કુમાર
રાજકોટ ભુપેન્દ્રસિંહ ચુડાસમા ડો. રાહુલ ગુપ્તા,
વડોદરા નીતિન પટેલ વિનોદ રાવ
સુરત ગણપત વસાવા એમ.એસ. પટેલ
વિદેશથી આવેલા લોકો સંક્રમિત
ગુજરાતમાં વિદેશથી આવી ગયેલા કોરોના સંક્રમિતોએ રાજ્યની હાલત વધુ ખરાબ કરી છે. રાજ્યમાં નોંધાયેલા 9 કેસ એ વિદેશનો પ્રવાસ કરીને ગુજરાત આવેલા વ્યક્તિઓ છે. જેઓ વિદેશમાંથી સંક્રમિત થઈને ગુજરાત આવ્યા છે. અમદાવાદના 6, વડોદરાના 3, એક સુરત અને એક રાજકોટનો કેસ પોઝિટિવ આવ્યો છે. ન્યૂયોર્ક, ફિનલેન્ડ, સ્પેન, સાઉદી અરેબિયા, શ્રીલંકા-લંડનથી આવેલા ભારતીય પ્રવાસીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. ગુજરાતમાં કોરોનાના એકપછી એક કેસ બહાર આવી રહ્યાં છે. આજે અમદાવાદમાં 3 અને વડોદરામાં એક નવો કેસ નોંધાતા રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 7થી વધીને 11 થઇ ગઇ છે. જોકે, ગુજરાત સરકારના ઓફિશીયલ રિપોર્ટ મુજબ હજુ રાજ્યમાં 9 કેસ જ પોઝિટીવ નોંધાયા છે.

બે મહિલાઓનો Corona ટેસ્ટ પોઝીટીવ
આ અંગે કમિશ્નર વિજય નેહરાએ સવારના ગાળામાં મેયર સાથે મિટિંગ કર્યા બાદ મહિલા દર્દીઓ વિદેશથી આવેલા હતા અને હોમ કોરેન્ટાઇનમાં મ્યુનિ.ના મોનિટરીંગ વચ્ચે હતા. એક ૩૪ વર્ષના મહિલા ફિનલેન્ડ ખાતેથી દિલ્હી થઈ અમદાવાદ આવેલા. જેમને શરદી, ખાંસી, તાવના લક્ષણો દેખાતા તા. ૧૮મીએ એસવીપી હોસ્પિટલાં દાખલ કરાયા હતા. જ્યારે બીજી ૨૧ વર્ષની યુવતી અમેરિકાથી ખાતેથી મુંબઈ થઈને અમદાવાદ આવેલ છે જેમની તબિયત બગડતા તા. ૧૭મીએ એસવીપીમાં દાખલ કરાયા હતા. બન્ને મહિલાના સેમ્પલ તપાસ માટે બી. જે. મેડિકલ કોલેજમાં મોકલાતા તે પોઝીટીવ હોવાનું જણાયું હતું.

દેશમાં આંક 271એ પહોંચ્યો
દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત જ્યારે કે, 271 લોકોને કોરોનાની અસર જોવા મળી છે. શુક્રવારે એક જ દિવસમાં દેશમાં કોરોનાના 50થી વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા. આ સાથે જ કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 271એ પહોંચી ગઇ છે. શુક્રવારે દેશમાં પહેલી વખત મધ્ય પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં પણ કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જો કે સૌથી વધુ કેસ કેરળમાં નોંધાયા. અહીં માત્ર 24 કલાકમાં 17 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં પાંચ બ્રિટિશ નાગરીક પણ સામેલ છે. આ સાથે કેરળમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 40 ને પાર પહોંચી ગઇ છે મહારાષ્ટ્રમાં પણ નવા કેસ સામે આવતા પોઝિટિવ કેસનો આંકડો 50ને પાર પહોંચી ગયો. તો બીજી તરફ ગોવામાં 22 અને 24 માર્ચ સુધી યોજાનારી પંચાયતની ચૂંટણીની સ્થગિત કરવામાં આવી છે.

ચીન બાદ ઈટાલીમાં સૌથી વધારે લોકોના મોત
ચીન બાદ ઈટાલીમાં સૌથી વધારે 4 હજાર 32 લોકોના મોત થયા છે. જ્યારે કે એક દિવસમાં 627 લોકોના મોત અને 5 હજાર 986 કેસ નવા સામે આવ્યા છે. ઇટાલીમાં અત્યાર સુધીમાં 47 હજાર 21 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. જ્યારે 2 હજાર 655 લોકોની હાલત સૌથી વધારે ગંભીર છે. મળતી પ્રમાણે ઈટાલીમાં સૌથી વધારે વૃદ્ધ લોકોના મોત થયા છે. જેમની ઉમર 80 વર્ષની આસપાસ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. તો વળી મૃત્યુ પામેલા શખ્સોમાં 13 ડોક્ટર્સનો પણ સમાવેશ થાય છે. કોરોના વાયરસના કારણે દર્દીઓની વધતી સંખ્યા બાદ ઈટાલીમાં આરોગ્યલક્ષી સેવા વધારી દેવામાં આવી. તો વળી મૃતકોના મૃતદેહના નિકાલ માટે ઈટાલીએ સેનાની મદદ લીધી છે.

સૌથી વધુ ૫૨ કેસ મહારાષ્ટ્રમાં
સૌથી વધુ ૫૨ કેસ મહારાષ્ટ્રમાં દર્જ થયા હતા. ૪૦ દર્દીઓ સાથે કેરળ બીજા ક્રમનું સૌથી પ્રભાવિત રાજ્ય બન્યું હતું. ઉત્તર પ્રદેશમાં ૨૩ અને દિલ્હીમાં ૧૭ કેસ પોઝીટિવ નોંધાયા હતા. આ બંને રાજ્યોમાં સંક્રમણ રોકવાના ભાગરૂપે પગલાં ભરાયા હતા. ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં મોલ બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. જોકે, દુધ-અનાજ-કરિયાણા-શાકભાજી સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓ ઉપરાંત દવાની દુકાનો ખુલ્લી રહેશે એવી જાહેરાતો રાજ્ય સરકારોએ કરી હતી.

મહારાષ્ટ્રના ચાર શહેરો લોકડાઉન
દિલ્હીમાં કાર્યરત ખાનગી કંપનીઓને સૂચન કરવામાં આવ્યું છે કે તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવાનું કહેવામાં આવે. સૌથી વધુ કોરોના પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રના ચાર શહેરોમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. દેશમાં પહેલી વખત કોરોનાના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. એકથી આઠ સુધીની પરીક્ષા પણ રદ્દ કરાઈ હતી અને બધાને વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવશે એવી જાહેરાત થઈ હતી.

પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સ કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન અને સ્વાસ્થ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બધા જ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી વાતચીત કરી હતી. વડાપ્રધાને કોરોના સામે લડવા માટે પગલાં જે ભરાઈ રહ્યા છે તેની સમીક્ષા કરી હતી અને બધા જ રાજ્યોના મુખ્યમંત્રીઓ પાસેથી રાજ્યોની સ્થિતિ જાણી હતી.

સૈન્યને સજ્જ કરાયું
કોરોના સામે લડવા માટે સૈન્યને સજ્જ કરાયું છે. સૈન્ય વડા એમએમ નરવણેએ સુરક્ષાદળોની તૈયારીની સમીક્ષા કરી હતી. એટલું જ નહીં, સૈન્યના અધિકારીઓ અને જવાનોને પણ વર્ક ફ્રોમ હોમનો આદેશ અપાયો છે. લગભગ ૩૫ ટકા સૈન્ય અધિકારી અને ૫૦ ટકા જવાનો ૨૩મી માર્ચથી એક સપ્તાહ માટે વર્ક ફ્રોમ હોમ સેવા આપશે. જરૂર પડશે તો જ તેમને તુરંત બોલાવાશે નહીં તો તેમને સાવધાનીના ભાગરૂપે ઘરે રહેવાનું કહેવાયું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x