કોરોના સામે દેશની એકતા : 9 કલાકે 9 મિનિટ સુધી સમગ્ર દેશ જ્યોતિર્મય બન્યો, ગાંધીનગર તેમજ અમદાવાદમાં ફટાકડા ફોડ્યા.
ગાંધીનગર :
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને પગલે આજે સમગ્ર દેશમાં લોકોએ દિવા, મીણબત્તીથી જ્યોત પ્રગટાવી હતી સાથે જ કેટલાય લોકોએ ટોર્ચ અને મોબાઈલની ફ્લેશ લાઈટથી પણ કોરોનાના અંધકાર સામે લડવા અજવાશ પાથર્યો હતો. સમગ્ર દેશ 9 કલાકે 9 મિનિટ સુધી જ્યોતિર્મય બની ગયો હતો.
ભારતીય હિન્દૂ સંસ્કૃતિમાં ઘીના દીવાનું વિશેષ મહત્વ છે, જેને લઈને ગુજરાતમાં અનેક જગ્યાએ ઘી ના દીવાઓ પણ કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને પગલે દરેક લોકોએ રાષ્ટ્રહિતમાં પોતાની 9 મિનિટ 9 કલાકે આપીને જ્યોત પ્રગટાવી હતી. જો કે બીજી બાજુ કેટલાક વિસ્તારોમાં પોલીસે પણ જ્યોત પ્રગટાવીને રાષ્ટ્રના કાર્યમાં તેમનો વધુ એક ફાળો આપ્યો હતો. નાના ભુલકાંઓથી માંડીને વયોવૃદ્ધ સૌ કોઈએ જ્યોત પ્રજ્વલિત કરીને દેશ માટે પોતાની નવ મિનિટનું યોગદાન આપ્યું હતું. અમદાવાદ તેમજ ગાંધીનગરમાં કેટલીક જગ્યાએ લોકોએ ફટાકડા પણ ફોડ્યા હતા.