ગુજરાત

ગરીબ અને જરૂરિયાતમંદ લોકો ભુખ્યા ન સુવે તે આપણે ધ્યાન રાખવું જોઈએ : પરેશ ધાનાણી

અમરેલી :

રોજનો રોટલો રોજ કમાઈને પેટનો ખાડો પુરતા ગરીબ પરિવારો માટે દરરોજ ટન બંધ તૈયાર રસોઈ પહોંચાડાઈ રહી છે.

         સમગ્ર વિશ્વ, દેશ અને રાજ્યમાં નોવેલ કોરોના વાયરસ ફેલાતા રાજ્ય સરકારે લોકડાઉન જાહેર કર્યા બાદ પ્રજાને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. રોજબરોજનો રોટલો કમાતા ગરીબ પરિવારો માટે એક ટંકનું ભોજન પણ મળવું મુશ્કેલ બન્યું છે ત્યારે લોકોના મોં સુધી કોળિયો પહોંચાડવાનો એક અભૂતપૂર્વ અને અસાધારણ સેવાયજ્ઞ અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા શ્રી પરેશભાઈ ધાનાણી દ્વારા કરવામાં આવી રહેલ છે.


શ્રી પરેશભાઈ ધાનાણી અને તેમની ટીમ દ્વારા અમરેલી, વડીયા, કુંકાવાવ તાલુકાના તમામ ગામોના હજારો ગરીબ, નિરાધાર અને જરૂરિયાતમંદ પરિવારોને દરરોજ બે ટાઈમ ભોજન પહોંચાડાઇ રહ્યું છે.અત્યાર સુધીમાં વિરોધ પક્ષના નેતા અને તેમની ટીમ દ્વારા આશરે સવા લાખ લોકોને શુદ્ધ અને સાત્વિક ભોજન પુરુ પાડવામાં આવ્યું છે.

          ટનબંધ રસોઈ તૈયાર કરીને છેવાડાના ગામડાઓ સુધી હજારો ભૂખ્યા લોકોના મોં સુધી કોળિયો પહોંચાડવા માટે વિસ્તારના હજારો સ્વયંસેવકો સ્વેચ્છિક રીતે તનતોડ મહેનત કરી રહ્યા છે. આ ગરીબો માટેના રસોડામાં દરરોજ ટન બંધ રસોઈ તૈયાર કરવામાં આવે છે. શ્રી પરેશભાઈ ધાનાણી તેમજ અહીં સેવા માટે આવતા દાતાઓ પણ ખુદ રસોડામાં તૈયાર થયેલી રસોઈ જમે છે. શુદ્ધ અને સાત્વિક ભોજન થી આ રીતે દરરોજ હજારોની સંખ્યામાં લોકો નો જઠરાગ્નિ ઠારવાનો પ્રચંડ અને પ્રશંસનીય મહા અન્નદાન યજ્ઞ સમગ્ર અમરેલી જિલ્લા માટે ગૌરવરૂપ મિશાલ બનવા પામ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x