બેંક દ્વારા શનિ અને રવિવારે પણ ખુલ્લી રાખવાની વ્યવસ્થા કરી છે.
બજાર માં 500 અને 1000 ની નોટો નું ચલણ નાબુદ કરવા નો નિર્ણય પછી એક દિવસ પછી સરકારે હતાશ નાગરિકો નો આશ્વાસન આપ્યું હતું. તેની જૂની નોટ બદલવા માટે બધી બૈંક અને પોસ્ટ ઓફિસ માં કાલથી રવિવાર મોડી રાત સુધી ખુલ્લી રહેશે. કેન્દ્રિય વિત મંત્રી અરુણ જેટલી એ જાણકારી આપતા જણાવ્યું હતું કે કાળા નાણા ઉપર અંકુશ લાવવા અને અર્થવ્યવસથા ને મજબૂત બનાવવા આ નિર્ણય લેવાયો છે.
તેમણે જણાવ્યું કે બધી બેંક રવિવાર ના દિવસે પણ ખુલ્લી રહેશે. તે ઉપરાંત મોટી બેંકોમાં કામ 8.00 વાગ્યા સુધી ચાલતું રહેશે. બેંક દ્વારા શનિ અને રવિવારે પણ ખુલ્લી રાખવાની વ્યવસ્થા કરી છે. બેંકો દ્વારા વધારાના કાઉન્ટર ખોલવા ઉપરાંત મોડે સુધી કામ કરવાની જાહેરાત કરી છે. 12 નવેમ્બરે મહીનાનો બીજો શનિવાર છે. બીજા શનિવાર તથા રવિવારે બેંકો ચાલુ રહેશે. બેંક ના કામ ના કલાક મુજબ તેમજ તમામ ટ્રાન્ઝેકશન ચાલુ રાખવા આરબીઆઇ એ સૂચના આપી છે.