ગાંધીનગરગુજરાત

ટોરેન્ટ પાવર લિમિટેડ દ્વારા અપાતા વીજબિલ સંપૂર્ણ માફ કરવા કરાઈ માંગ.

અમદાવાદ :
કોરોના હાડમારી ને કારણે સમગ્ર દેશ માં લોકડાઉન કરવાં આવ્યુ છે ત્યારે અમદાવાદની જનતાને ટોરેન્ટ પાવર લિમિટેડ તરફથી બિલમાં સંપૂર્ણ માફી આપવા અંગે લોક જનશક્તિ પાર્ટી દ્વારા માંગણી કરવામાં આવી છે. દેશ માં Covid 19 કોરોનાના કારણે તારીખ 23/03/2020 થી 14/04/2020 સુધી દેશ માં લોકડાઉન ચાલી રહ્યો છે. ક્યારે ટોરેન્ટ પાવર લિમિટેડ દ્વારા અપાતા મિલમાં સંપૂર્ણપણે માફી આપવા વિનંતી કરાઇ છે.
આ સંદર્ભે ટોરેન્ટ પાવર લિમિટેડ અમદાવાદમાં વર્ષોથી વીજપુરવઠો આપીને સતત પ્રકાશ ફેલાવી રહી છે ત્યારે લોકજનશક્તિ પાર્ટી, ગુજરાત પ્રદેશ દ્વારા માંગણી કરવાંમાં આવે છે કે જેમ અત્યાર સુધી અમદાવાદની જનતા સાથ આપતી રહી તેમ ટોરેન્ટ પાવર લિમિટેડ દ્વારા પણ આવતા 3 મહિનાનું સંપૂર્ણ વીજ બિલ માફ કરવું જોઈએ. અમદાવાદની જનતાને લોક ડાઉન ના કારણે 24 કલાક વીજપુરવઠો ચાલુ જ રહેવાનો છે. ત્યારે આપ દ્વારા બિલ માફ થાય તો જનતાને બહુજ મોટો આર્થિક રીતે સહકાર આપના તરફથી મળી રહેશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x