લોકડાઉનને ધ્યાનમાં રાખીને વ્હોટ્સએપ ગ્રૂપ કોલિંગ માટે નવું ફીચર લોન્ચ કર્યું.
ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપે લોકડાઉનને ધ્યાનમાં રાખી ગ્રૂપ કોલિંગ માટે એક નવું ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરથી કોલિંગ આઈકોન પર ક્લિક કરી 4 મેમ્બર્સ ગ્રૂપના યુઝર ડિરેક્ટ વીડિયો અથવા ઓડિયો કોલિંગ કરી શકશે. આ ફીચર એન્ડ્રોઈડ અને iOS બંને માટે લોન્ચ કરવામાં આવ્યુ છે. કંપનીએ ટ્વીટ કરી આ માહિતી શેર કરી છે.
ડિરેક્ટ કોલિંગ ફીચરનો લાભ 4 અથવા તેનાથી ઓછા ગ્રૂપ મેમ્બર્સને જ મળશે. ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝરે એપ અપડેટ કરવાની રહેશે. ત્યારબાદ ગ્રૂપમાં જમણી બાજુએ ઉપર કોલિંગ આઈકોન પર ક્લિક કરવાથી ઓટોમેટિક કોલિંગ સ્ટાર્ટ થઈ જશે. અગાઉ યુઝર્સે મેન્યુઅલી અન્ય યુઝર્સને એડ કરી વીડિયો/ઓડિયો ઓપ્શન પસંદ કરવાનો હતો.
એડવાન્સ સર્ચ
આ સિવાય વ્હોટ્સએપે બીટા યુઝર્સ માટે ‘Advanced Search’ ટૂલ પણ લોન્ચ કર્યું છે. તેની મદદથી યુઝર ફોરવર્ડેડ મેસેજની સચોટતા ચકાસી શકે છે. આ સિવાય કંપની ઓટો ડાઉનલોડ ટૂલ પર પણ કામ કરી રહી છે. તાજેતરમાં જ કંપનીએ અફવાહોને રોકવા માટે મેસેજ ફોરવર્ડ કરવાની લિમિટ ઘટાડી 1 યુઝર્સની કરી છે. આ અગાઉ તે લિમિટ 5 યુઝર્સની હતી.