Uncategorizedગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

વોડાફોનની ધમાકેદાર ઓફર : અન્ય લોકોનું રિચાર્જ કરીને કમાવો

ગાંધીનગર :

એરટેલ અને જિયો બાદ હવે વોડાફોન આઈડિયાએ પણ એક નવા #Rechargeforgood પ્રોગ્રામની શરૂઆત કરી છે. જેમાં સબસ્ક્રાઈબર્સ અન્ય પ્રીપેડ એકાઉન્ટ્સને રિચાર્જ કરીને પૈસા કમાવી શકે છે. કંપનીએ આ પૈસા કેશબેક તરીકે આપશે.

વોડાફોન આઈડિયા તરફથી વર્તમાન ગ્રાહકો દ્વારા કોઈ અન્ય બીજાના એકાઉન્ટમાં રિચાર્જ કરવા પર 6 ટકા સુધી કેશબેક ઓફર કરવામાં આવી રહ્યું છે. આ રિચાર્જ માય વોડાફોન અથવા માયઆઈડિયા એપ દ્વારા કરવું જરૂરી છે.

વોડાફોન આઈડિયાની આ ઓફર કોરોના લોકડાઉનમાં શરૂ કરવામાં આવી છે. અત્યારે રિટેલર અને કંપની શોપ બંધ છે. જેથી જે લોકો ઓનલાઈન રિચાર્જ નથી કરાવી શકતા એવા કલા લોકોને રિચાર્જ કરવામાં પરેશાની આવી રહીય છે. વોડાફોન આઈડિયાની કેશબેક ઓફર અને અન્ય કંપનીઓની આવી સ્કીમ વર્તમાન ગ્રાહકોને આવા સંક્ટ સમયમાં પોતાના મિત્રો, પરિવારજનો, પાડોશીઓ અને અન્ય લોકોની મદદ કરવા માટે પ્રોત્સાહિત કરશે.

વોડાફોન દ્વારા #Rechargeforgood પ્રોગ્રામને માય વોડાફોન એપમાં એક બેનર દ્વારા પ્રમોટ કરવામાં આવી રહ્યું છે. કેશબેક મેળવવા માટે કંપની ગ્રાહકોને અલગથી રજિસ્ટર કરવા અથવા કોઈ અન્ય એપ ઈન્સ્ટોલ કરવાની જરૂર નથી. વર્તમાન ગ્રાહકોએ બસ રિચાર્જ કરી આપવાનું છે અને યુઝર્સના એકાઉન્ટમાં કેશબેક અમાઉન્ટ 96 કલાકમાં મળી જશે.
વોડાફોને જણાવ્યા પ્રમાણે ગ્રાહકોને 149 રૂપિયાના પ્લાનમાં 10 રૂપિયા કેશબેક અને 249 રૂપિયાના પ્લાનમાં 20 રૂપિયા કેશબેક આપવામાં આવશે. આ રીતે રિચાર્જની વેલ્યૂના આધારે કેશબેક આપવામાં આવશે. આ ઓફર માત્ર 30 એપ્રિલ સુધી જ છે. આવી જ સ્કીમ જિયો અને એરટેલ પણ તેના ગ્રાહકોને આપી રહ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x