આજે થઇ શકે છે લૉકડાઉન અંગે નિર્ણય, PM કરશે મુખ્યમંત્રીઓ સાથે સંવાદ
નવી દિલ્હી :
દેશમાં કોરોના વાયરસનાં સંક્રમિત દર્દીઓ વધતા જ જઇ રહ્યાં છે. અત્યાર સુધી 6600 થી વધુ દર્દીઓ સંક્રમિત થયા છે જ્યારે 227 લોકોએ જીવ ગુમાવ્યાં છે. દેશમાં કોરોના વાયરસને કારણે 21 દિવસનું લૉકડાઉન ચાલુ છે. આજે દેશવ્યાપી લૉકડાઉનનો સમયગાળો વધારવાને લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિર્ણય લઇ શકે છે. તેઓ આ મુદ્દા પર તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કરશે. આ પહેલા પણ વડાપ્રધાન મુખ્યમંત્રીઓની સાથે મીટિંગ કરી ચૂકયા છે. બુધવારના રોજ તમામ પક્ષોના પ્રતિનિધિઓની સાથે મીટિંગમાં પીએમ મોદીએ કહ્યું હતું, કે તેઓ દેશભરમાં લાગૂ લૉકડાઉનની સમયમર્યાદામાં ફેરફાર કરવાનો નિર્ણય કરતાં પહેલાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે એક વખત વાત કરશે.