ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાના પરિણામોને લઈને શિક્ષણમંત્રીએ શું કહ્યું ? જાણો વધુ….
ગાંધીનગર :
ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ તો પૂર્ણ થઇ ચુકી છે, પણ હવે પરિણામો ક્યારે તે અંગે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ મુલ્યાંકનની કાર્યવાહી શરુ કરવાની હતી પણ પછી કોરોનાની પરિસ્થિતિને કારણે ગ્રુપમાં શિક્ષકોને રાખવાનું શિક્ષકોના હિતમાં ન લાગતા 232 સ્થાનો પર ઉતરવહીઓના મુલ્યાંકનની કાર્યવાહી જૈસે થે છે, હવે જ્યારે ફરીવાર અનુકુળતા થશે ત્યારે આ કાર્યવાહી શિક્ષકો દ્વારા શરુ કરવામાં આવશે.
વધુમાં ભુપેન્દ્રસિંહએ એમ પણ કહ્યું કે એ કહેવું મુશ્કેલ છે કે મુલ્યાંકનની કાર્યવાહી હજુ તો શરુ થઇ નથી, અને ક્યારે શરુ થશે તે પણ અનિશ્ચિત છે, એવા સંજોગોમાં પરિણામો કઈ તારીખે જાહેર થશે તેની તારીખ આપવી મુશ્કેલ છે.