ભારતમાં કોરોનાનાં દર્દીની સંખ્યા 8000ને પાર, 24 કલાકમાં 34 લોકોનાં મોત
નવી દિલ્હી :
ચીનથી દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસે ભારતમાં તીવ્રતાથી લોકોમાં સંક્રમિતોની સંખ્યા વધારી દીધી છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં સંક્રમણનાં એક હજારથી વધારે કેસ નોંધાયા છે. કોરોના વાયરસનો પ્રસાર અટકાવવા માટે લાદવામાં આવેલું રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન એપ્રિલના અંત સુધી લંબાવવામાં આવે તેવી સંભાવના છે. દેશમાં કોરોનાની સ્થિતિ અંગે સમિક્ષા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શનિવારે બધા જ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ મારફત બેઠક યોજાઈ હતી. જેમાં મોટાભાગના મુખ્યમંત્રીઓ લૉકડાઉનને બે સપ્તાહ લંબાવવા સંમત થયા હતા. આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ લૉકડાઉન વધારવાના સંકેત આપ્યા હતા. ઉપરાંત તેમણે કહ્યું હતું કે દેશ માટે જાન અને જહાં બંને જરૂરી છે.