ભારતમાં કોરોના કેસ વધારવાનું અમેરિકા-ચીનનું ષડયંત્ર ? ભારત કોરોનાની ખાસ ટેસ્ટિંગ કીટ અમેરિકા કેમ પહોંચી ?
ભારત આવનાર કોરોનાની કીટ અમેરિકા પહોંચી ગઇ. તેની પાછળ ચીનના વેપારીની ભુલ જવાબદાર છે. જેના કારણે કીટનો જથ્થો અમેરિકા પહોંચ્યો. કેન્દ્ર સરકાર સહિત કેટલાક રાજ્યો દ્વારા કીટનો ઓર્ડર અપાયો હતો. કેન્દ્ર સરકાર સહિતના રાજ્યોએ કુલ 9 લાખ કીટનો ઓર્ડર આપ્યો હતો. હવે અમેરિકાથી કીટ આવતા 2 થી 3 દિવસ લાગશે.
આ છે કીટની ખાસિયત
રૈપિડ એંટીબોડી કીટ ભારત માટે સંજીવની સમાન છે. માત્ર 30 મિનિટમાં રૈપિડ એંટીબોડી કીટથી કોરોનાનો રિપોર્ટ મળી શકે છે.
9 એપ્રિલે મળનારી હતી 2.5 લાખ કીટ
ICMRના આધારે જે દિવસે દેશમાં લૉકડાઉન લાગૂ થયું ત્યારે જ 10 લાખ એન્ટીબોડી કીટની અરજી કરવામાં આવી હતી. પછી 28 માર્ચે 5 લાખ કીટની માંગ મૂકવામાં આવી હતી. માહિતી અનુસાર ચીનની કંપની સાથે કરાર થયો હતો 9 એપ્રિલે 2.5 લાખ કીટ મળનારી હતી. આ કીટના પહેલાં લોટમાં 50 હજાર કીટ તમિલનાડુની પણ હતી.
હાલમાં દેશમાં કોરોનાની સ્થિતિ
કોરોના કારણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 39 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 846 નવા કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 7529 છે તો એક્ટિવ કેસની સંખ્યા 6634 છે. કુલ 242 લોકોના મોત થયા છે અને સાથે જ 969 લોકો સાજા થયા છે.