ગુજરાતમાં અમદાવાદ કોરોના વાયરસનું ગઢ બન્યું, જાણો કેટલા વધ્યા કેસો
ગાંધીનગર :
ગુજરાતમાં કોરોના વાયરસનો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં આજે નવા 25 કેસ સામે આવ્યા છે. જેમાંથી 23 કેસ તો માત્ર અમદાવાદમાં નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા ગુજરાતમાં 493 પર પહોંચી ગઈ છે. વધુ એક વ્યક્તિનું મોત પણ થયું છે. તો અમદાવાદમાં કોરોના વાયરસના પીડિતોની સંખ્યા 266 પર પહોંચી ગઈ છે.
ગુજરાતમાં કોરોના વાયરસના કેસ 500ને નજીક
છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થયો છે. અમદાવાદમાં અત્યાર સુધી 266 કેસો નોંધાઈ ચુક્યા છે. જ્યારે બીજા સ્થાને વડોદરા છે. તો રાજ્યભરમાં કુલ કેસોનો આંકડો 493 પર પહોંચી ગયો છે. આ સાથે અત્યાર સુધી કોરોના વાયરસથી કુલ 23 લોકોના મોત થયા છે.
ક્યાં જિલ્લામાં કેટલા કેસ
અમદાવાદ 266
સુરત 28
રાજકોટ 18
વડોદરા 95
ભાવનગર 23
કચ્છ 4
મહેસાણા 2
ગીર સોમનાથ 2
પોરબંદર 3
પંચમહાલ 1
પાટણ 14
છોટાઉદેપુર 3
જામનગર 1
મોરબી 1
આણંદ 7
સાબરકાંઠા 1
દાહોદ 1
ભરૂચ 8