ગાંધીનગરગુજરાત

ગુજરાત સરકારનો મોટો નિર્ણય : આવતા વર્ષે કોઈ સ્કૂલ નહીં વધારી શકે ફી

ગાંધીનગર :
ગુજરાતમાં અત્યારે કોરોના વાયરસ (coronavirus) ના પગલે લોકડાઉન જેવી સ્થિતિ પ્રવર્તે છે ત્યારે મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર દ્વારા આજે શિક્ષણજગતને સ્પર્શતી મોટી જાહેરાતો કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે શિક્ષણ મંત્રી સાથે શાળા સંચાલકોની મંડળની મીટિંગ મળી હતી જેના પછી નિર્ણય લેવાયો છે. આવતા શૈક્ષણિક વર્ષમાં કોઈ શાળા ફી વધારો કરશે નહીં. આમ, જે શૈક્ષણિક વર્ષ શરૂ થયું છે તેમાં કોઇ ફી વધારો નહીં કરવામાં આવે. વાલીઓ માટે આ એક મોટા રાહતના સમાચાર છે. લોકડાઉન દરમિયાન રાજ્યમાં વ્યાપાર-ધંધા ખોરવાયા છે, તેવા સમયમાં વાલીઓની તરફેણમાં રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. લોકડાઉનના સમયગાળા દરમિયાન અને પછી એટલે કે માર્ચ, એપ્રિલ અને મે મહિનાની ફી વાલીગણ જૂનથી નવેમ્બર મહિનામાં માસિક હપ્તા લેખે પણ ચૂકવી શકશે. તેમણે તેમ પણ કહ્યું કે કોઈ સ્કૂલ વાલી પર ફીને લઈને દબાણ નહીં કરી શકે. આગળ તેમણે મહત્વની વધુ એક જાહેરાત કરતા કહ્યું કે કોલેજો અને યુનિવર્સિટીઓમાં 15મી એપ્રિલથી 16મી મે સુધી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 18 મે થી આગળના સમયમાં પરીક્ષા લેવામાં આવશે તેમ પણ જણાવ્યું હતુ. વધુમાં બોર્ડ પરીક્ષાના પરિણામને લઈને કહ્યું હતું કે 16 એપ્રિલથી ઉત્તરવહી ચકાસણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. અને આ વાતનું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધ્યાન રાખવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x