ગાંધીનગરગુજરાત

કોંગ્રેસના વધુ એક નેતા કોરોના પોઝીટીવ થયા

ગાંધીનગર :

કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે આજે વધુ એક કોંગ્રેસના કોર્પોરેટરનો કોરોના પોઝિટિવ આવ્યો હોવાની માહિતી મળી છે. કોંગ્રેસના કોર્પોરેટર બદરુદ્દીન શેખનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બદરુદ્દીન શેખના પત્નીનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની જાણકારી મળી છે. જેથી તેમને પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
બદરુદ્દીન શેખ દાણીલીમડા વોર્ડના કોર્પોરેટર છે. તેમને હાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દાણીલીમડામાં કોરોનાના કેસો વધુ નોંધાયા છે. કોંગ્રેસના ધારાસભ્ય અને ઇમરાન ખેડાવાલા સાથે રહેલા ગ્યાસુદ્દીન શેખ અને શૈલેષ પરમારને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. આ બંનેનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x