ભાજપના નેતાઓ ઘેર બેઠાં દીવા સળગાવો કોંગ્રેસના જનપ્રતિનિધીઓ પોતાની જાતને બાળીને પ્રજાને બચાવવા ઝઝુમતા રહેશે : જયરાજસિંહ
ગાંધીનગર :
સમગ્ર વિશ્વ ની સાથે દેશ અને ગુજરાતને કોરોનાવાયરસ ઘમરોળી રહ્યો છે ત્યારે આ કુદરતી આપત્તિ સામે લડાઈ લડવાના બદલે આવા સંવેદનહીન ભાજપના નેતાઓ અવારનવાર રાજકીય નિવેદનબાજી કરીને કોંગ્રેસને નિશાને લઈ રહ્યા છે ત્યારે ભાજપના પ્રવક્તા શ્રી ભરતભાઇ પંડયા ને જડબાતોડ જવાબ આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા શ્રી જયરાજસિંહ પરમાર એ જણાવ્યું હતું કે એક બાજુ ઘેર નવરા પડેલાં જીતુભાઈ લઘુમતી સમાજને કોંગ્રેસ સમજાવે એવા વીડીયો બનાવે છે અને બીજી બાજુ જાતની પરવા કર્યા સિવાય સરકારની મદદે લોકોની વચ્ચે ગ્રાઉન્ડ ઝીરો પર રહેતાં કોંગ્રેસના ધારાસભ્ય રાજનીતિ કરે છે એવું નિવેદન ભરત પંડયા કરે છે ત્યારે આ બન્ને મહાનુભાવો અંદરો અંદર નક્કી કરીને કહે કે કોંગ્રેસે માનવું કોનું ?
આખા રાજ્યની સૌથી મોટી અને શક્તિશાળી ઓફિસ જ્યાંથી હુકમો છૂટે છે ત્યાં જયારે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ કર્ફ્યુ નાખવા માટે બોલાવ્યા હતા અને રૂબરૂ બોલાવવાને બદલે વિડિઓ કોન્ફરન્સિંગ કરી શક્યા હોત. રાજ્યમાં ૬ કરોડ લોકોનું સ્ક્રિનિંગ કરવા વાળી સરકારે ઈમરાનભાઈને તાવ છે કે કેમ એ ચેક નહીં કર્યું હોય ?? અને ખેડાવાલાએ પણ ખ્યાલ હોય તો ના જવું જોઈએ પરંતુ એ પણ કોરોના પોઝિટિવ થી અજાણ હતા. સંવાદ બાદ લોકોને સરકારી તંત્રને સહકાર આપવા સમજાવવા સતત ફીલ્ડમાં રહેલ ઈમરાન ખેડાવાલાને કોરોના પોઝીટીવ આવતાં તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરવાના બદલે ઘરમાં બેસવાની સલાહ આપનાર ભરત પંડયાએ કદાચ જીતુભાઈનો વીડીયો જોયો નથી લાગતો. મારી સલાહ છે કે નેટફ્લીક્સ અને પ્રાઇમ વીડીઓમાંથી થોડો સમય કાઢી તમારા પ્રમુખે મહેનત કરી બનાવેલો વીડીયો પણ જુઓ. ભરતભાઇ જો ગ્યાસુદીન શેખ અને ઇમરાન ખેડાવાલા કોટવિસ્તારની સ્થિત નિયંત્રણમાં લાવવા મુશ્કેલી અનુભવી રહેલ તંત્રની મદદે ના આવત તો જીતુભાઈ પાછો એક વીડીયો બનાવી ભાંડવા માંડત. હવે જ્યારે તેઓ તમારી જેમ ઘર પકડી લેવાના બદલે ફરજ બજાવી રહ્યા છે ત્યારે રાજનીતિનો આક્ષેપ કરી તમે કોંગ્રેસ ને નહીં જીતુભાઈની રાજકીય સમજ પર સંદેહ વ્યક્ત કરી રહ્યા છો.
લોક ડાઉનમાં મળવા પર બંધન છે ફોન કરવા પર નહી. એટલે જીતુભાઈને ભરતભાઈ એક બીજા જોડે વાત કરી નક્કી કરો કે કોંગ્રેસ કરે શું ? ઝટ કરજો નહીંતર પાછા જીતુભાઈ કેમેરા સામે બેસીને વીડીયો બનાવવા માંડશે
અંતમાં શ્રી પરમારે ઉમેર્યું હતું કે બાકી તમે ઘેર બેઠાં દીવા સળગાવો કોંગ્રેસના જનપ્રતિનિધીઓ પોતાની જાતને બાળીને પ્રજાને બચાવવા ઝઝુમતા રહેશે.