આરોગ્યગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

CM વિજય રૂપાણી સેલ્ફ આઈસોલેટ થઈ શકે : CM નિવાસસ્થાન, કાર્યાલયને સેનેટાઇઝ કરાયું.

ગાંધીનગર :

ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ગઇકાલે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એકશનમાં આવી ગયું છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી ગઇકાલની બેઠકમાં આ ધારાસભ્ય હાજર રહેતા આજરોજ તંત્ર દ્વારા સેનેટાઇઝની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ગઇકાલે કોની-કોની સાથે મુલાકાત તેમજ કયા વિસ્તારોની મુલાકાત લીધી તે અંગે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેને લઇને ગઇકાલે ગાંધીનગર ખાતે બેઠકમાં હાજર રહેતા તંત્ર એકશનમાં આવી ગયું છે.
ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલયને સેનેટાઈઝ કરાયું છે. ઈમરાન ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. ઈમરાન ખેડાવાલાએ મુખ્યમંત્રી કાર્યાલયમાં બેઠક કરી હતી. આ બેઠકમાં નેતાઓ, અધિકારીઓ હાજર રહ્યા હતા. ત્યારે હવે મુખ્યમંત્રી કાર્યાલયને સેનેટાઈઝ કરાયું છે.
કોંગ્રેસ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે મુખ્યમંત્રી વિજય રૂપાણી સેલ્ફ આઈસોલેટ થઈ શકે છે. આ રિપોર્ટ આવ્યા પહેલા ઈમરાન ખેડાવાલાએ ગાંધીનગરના બંગ્લા નંબર-1માં બેઠક કરી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સહિતના મંત્રીઓ હાજર રહ્યાં હતા. ત્યારે હવે સીએમ રૂપાણી બંગ્લા નંબર 26માં મુખ્યમંત્રીમાં હોમ ક્વોરન્ટાઈન થયા છે.
ઉલ્લેખનીય આ અગાઉ અમદાવાદના જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે હવે શૈલેષ પરમાર અને ગ્યાસુદ્દીન શેખ હોમ ક્વોરન્ટાઈન થયા છે. બન્ને ધારાસભ્યો ખેડાવાલાના સંપર્કમાં આવ્યા હતા. મંગળવારે સીએમ હાઉસમાં મળેલી બેઠકમાં બન્ને ધારાસભ્યો હાજર રહ્યા હતા. ત્યારે હવે ઇમરાન ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા બન્ને ધારાસભ્યો 14 દિવસ ક્વોરન્ટાઈનમાં રહેશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x