આંતરરાષ્ટ્રીયગાંધીનગરગુજરાતરાષ્ટ્રીયવેપાર

Appleનો સસ્તો iPhone SE લૉંચ, iPhone 11 જેવા ફીચર.

વિશ્વભરમાં કોરોનાના કહેરના પહેલા લૉકડાઉન અને અર્થતંત્રના ખૂબ જ ખરાબ સમયગાળામાં એપલ તરફથી આખરે સસ્તો આઇફોન SE 2020 (iphone SE 2020 લૉંચ કરવામાં આવ્યો છે. નવા આઈફોનની સૌથી ખાસ વાત તેની ઓછી કિંમતની સાથે સાથે પ્રોસેસર પણ છે. આ નવા iPhone SEમાં કંપનીએ આઈફોન 11 સીરિઝનું પ્રોસેસર આપ્યું છે. iPhone SEને 64GB, 128GB અને 256GBના વેરિએન્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. આ ફોનની પ્રારંભિક કિંમત 42,500 રૂપિયા રાખવામાં આવી છે. તો ફોનના અન્ય ફીચર્સ વિશે જાણીએ. આ ફોનમાં 4.7 ઇંચ રેટિના એચડી ડિસ્પ્લે હશે. ફોનમાં હોમ બટન ગત મૉડલ્સની જેમ ટચઆઈડી સાથે મળશે. આની ડિઝાઇન આઇફોન 8ને મળતી આવે છે.
પહેલા જણાવવામાં આવ્યું તેમ આ ફોન iPhone 11 સીરિઝના સૉફ્ટવેર પર કામ કરશે. આ નવા ફોનમાં એપલની A13 બાયોનિક ચીપ છે, જે ખૂબ મોંઘી અને કંપનીના મોંઘા iPhone 11 અને iPhone 11 Pro મૉડલ્સમાં જોવા મળે છે. એટલે કે એપલે આ ફોનના પરફોર્મન્સને લઈને કોઈ બાંધછોડ નથી કરી.
અન્ય ફીચર્સની વાત કરવામાં આવે તો ફોન વોટર અને ડસ્ટપ્રૂફ છે. આ માટે ફોનને SE અને IP 67નું રેટિંગ આપવામાં આવ્યું છે. એપલે નવો iPhone SE બ્લેક, વ્હાઇટ અને પ્રૉડક્ટ રેડ વિકલ્પમાં લૉંચ કર્યો છે. કેમેરાની વાત કરવામાં આવે તો આ ફોનમાં સિંગલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે, જે 12 મેગાપિક્સેલનો છે. જેના અપાચર F/1.8 છે. આનાથી યૂઝર 4K વીડિયોગ્રાફી પણ કરી શકે છે. સેલ્ફી માટે આ ફોનમાં 7 મેગાપિક્સેલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. આ સાથે જ એપલ તરફથી આ ફોનમાં પણ HDR અને પોટ્રેટ જેવા ફીચર્સ આપ્યા છે. કિંમત અંગે વાત કરવામાં આવે તો 64 જીબી સ્ટોરેઝ વાળા ફોનની કિંમત 399 ડૉલર છે, જ્યારે ભારતમાં તેની કિંમત 42,500 રૂપિયા છે. આ ફોનના અન્ય બે વેરિએન્ટ્સ પણ લૉંચ થયા છે. જેમાં 128 જીબી સ્ટોરેજવાળા ફોનની કિંમત 499 ડૉલર અને 256 જીબીવાળા ફોનની કિંમત 549 ડૉલર છે. હાલ કંપનીએ આ બંને મૉડલ્સની ભારતમાં કિંમત અંગે કોઈ ખુલાસો નથી કર્યો. ફોનમાં પાવર માટે વાયરલેસ ચાર્જિંગનો સપોર્ટ આપવામાં આવ્યો છે. એપલ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે iPhone SEની બેટરી 30 મિનિટમાં 50 ટકા સુધી ચાર્જ થઈ જશે. જોકે, આ માટે 18 વૉટનું અલગથી ચાર્જર ખરીદવું પડશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x