ગુજરાત

૨૦૦૦ ના નોટની ડિઝાઈનવાળી સાડીની બજારમા ધૂમ

સુરત

મહિલાઓને જનરલી મોટી નોટો પસંદ હોઈ છે. હાલમાં જ થયેલ નોટબંધી બાદ હવે મહિલાઓની પાસે બચત કરવા માટે નોટોની કમી આવી ગઈ છે ત્યારે હવે મહિલાઓ ૨૦૦૦ની ગુલાબી નોટથી વીંટળાયેલી જોવા મળશે.

સાંભળીને અટપટું લાગશે પણ હકીકત છે કે સુરતના સ્થાનિક વેપારીઓએ નોટબંધી બાદ બેંકોમાં આવેલ ગુલાબી રંગની ૨૦૦૦ રૂપિયાની નોટવાળી સાડી તૈયાર કરી છે.જોકે હવે એક જમાનામાં સસ્તી સાડી માટે દેશભરમાં જાણીતા સુરતની કાપડમંડી પહેલા જેવી નથી રહી.

કાપડના વેપારીઓ સાડી અને ડ્રેસ નાં ઉત્પાદન ને ગ્રાહકની નજરમાં વધુ સારા બનાવા માટે અનેક નવા પ્રયોગો કરી રહ્યા છે જેની કિંમત માત્ર ૧૬૦ રૂપિયા જ છે. ફિલહાલ સુરતના કાપડ બજારમાં વેચાઈ રહી બે હજારની નોટવાળી ગુલાબી સાડીમાં ૫૦૪ નોટ પ્રિન્ટ કરવામાં આવી છે.રેનીયલ કપડામાંથી છ મીટરમા આ સાડી તૈયાર કરવામાં આવી છે.બજારમાં ટકી રહેવા માટે સુરતના કાપડ વેપારીઓ સાડી અને ડ્રેસમાં નવા નવા ક્રિએશન લાવી રહ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x