ભડકોદ્રા ગામની સીમમાં ઔદ્યોગિક કચરો નાંખવા સામે વિરોધ
અંકલેશ્વર ના ભડકોદ્રા ગામની સીમમાં અવાર-નવાર હાનીકારક રીતે બાળવામાં આવતા ઔદ્યોગિક કચરા સામે ગ્રામજનો એ વિરોધ વ્યક્ત કરી સખ્ત કાર્યવાહી ની માંગ કરી હતી. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ને લાંબા સમય બાદ પોલ્યુટેડ ક્રીટીકલ ઝોન માંથી મુક્ત કરવામાં આવ્યા બાદ પણ કેટલીક બેજવાબદાર તત્વો ઔદ્યોગિક કચરા નો ગેરકાયદેસર રીતે નિકાલ કરતા રહેતા હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. ભડકોદ્રા ગામની સીમ માં નોબલ માર્કેટ ની પાછળ ના ભાગે અવાર-નવાર કચરો બાળવાની પ્રવૃત્તિ કરાતી હોય છે. પાસે જ આવેલ અંસાર માર્કેટ , નોબલ માર્કેટ ,શાંતિનગર , નવજીવન માર્કેટ , જેવા વિસ્તારો માં કંપની ઓ માંથી ભંગારીયા ઓ ને આપી દેવામાં આવે છે. ભડકોદ્રા ના ખેડૂત પુત્ર એવા ઉત્તમભાઈ પટેલ ની જમીન નજીક આવો જ ઔદ્યોગિક કચરો બાળવામાં આવતા તેઓએ વિરોધ કરી જી.પી.સી.બી. દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી