ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીયવેપાર

3 મે બાદ સરકાર લોકડાઉન વધારશે? તૈયાર કર્યો એક્ઝિટ પ્લાન! જાણો વધુ.

નવી દિલ્હી :
સમગ્ર વિશ્વની સાથે ભારતમાં પણ કોરોના વાયરસના કેસ દિવસે-દિવસે વધી રહ્યા છે. ત્યારે કરોનાના પ્રસારને રોકવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી લોકડાઉનને 3 મે સુધી લંબાવવાનો નિર્ણય કરેલ છે. સમગ્ર દેશમાં ગઈકાલે કેટલીક શરતો સાથે છૂટ પણ આપવામાં આવી છે. આ બધા વચ્ચે સરકારી સૂત્રોનું માનીએ તો, કેન્દ્ર સરકાર 3 મે બાદ લોકડાઉન આગળ વધારવાના મૂડમાં નથી. તો, લોકડાઉન ખતમ થયા બાદનો પ્લાન પણ તૈયાર કરી લેવામાં આવ્યો છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, 3 મે બાદ લોકડાઉનને ધીરે-ધીરે હટાવી લેવામાં આવશે અને કેટલીક શરતો સાથે વધારે છૂટ આપવામાં આવશે. જો કે, રેડ અને ઓરેન્જ જોનવાળા વિસ્તારોને હાલમાં છૂટ નહીં મળે. કોરોનાના કેસ ઓછા થવાની સાથે-સાથે કેટલીક છૂટનો વિસ્તાર વધારવામાં આવશે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, સરકારે લોકડાઉન બાદ આ પ્લાન તૈયાર કર્યો છે.

  • 3 મે બાદ પણ ટ્રેન, પ્લેનથી મુસાફરી હજુ મુશ્કેલ છે. તેની પર હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
  • ગ્રીન જોન વાળા વિસ્તારમાં માત્ર શહેરની અંદર જ અવર-જવરની મંજૂરી મળશે.
  • સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક લોકો માટે રોજની લાઈફસ્ટાઈલનો એક ભાગ રહેશે. આ લાંબા સમય સુધી ફરજિયાત રહી શકે છે.
  • ઘરેથી નીકળવાની છૂટ મળી શકે છે, પરંતુ માસ્ક પહેરવું પડશે અને એક બીજા સાથે અંતર રાખવું પડશે.
  • ઓફિસોમાં પણ એક-બીજા સાથે અંતર રાખીને કામ કરવાની છૂટ મળી શકશે.
  • કોઈ પણ જગ્યાએ ભીડમાં ભેગું થવા પર પાબંધી રહેશે.
  • લગ્ન, સમારોહ, ધાર્મિક સ્થાનો જેવી જગ્યાઓને લઈ હાલમાં રાહત મળી શકે છે. લગ્નમાં કેટલા મહેમાન આવશે, તે માટે તમારે કલેક્ટરની મંજૂરી લેવી પડશે.
  • 3 મે બાદ ઉપયોગી દુકાનો પણ કેટલીક શરતો સાથે રાહત આપવામાં આવી શકે છે.
  • લોકડાઉન ખતમ થયા બાદ પણ મુંબઈ, દિલ્હી, નોએડા, ઈન્દોર જેવા વિસ્તારો પર ખાસ નજર રાખવામાં આવશે. અહીં લોકડાઉનના કેટલાક નિયમોનું પાલન થશે.
  • સૂત્રોનું કહેવું છે કે, 15 મે બાદ જ દેશમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x