ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

અઢી વર્ષથી ગાંધીનગરનો જીડીસીઆર સરકારમાં અટવાયો

ગાંધીનગર,
રાજ્ય સરકાર એકબાજુ વાઈબ્રન્ટ સમિટ યોજીને દેશ વિદેશના લોકોને ગુજરાતમાં રોકાણ કરવા પ્રેરી રહી છે પરંતુ સરકાર દ્વારા ગુડાનો ડેવલપમેન્ટ પ્લાન અને ગાંધીનગરનું જીડીસીઆર છેલ્લા અઢી વર્ષથી ફાઈલોમાં જ અટવાયેલો રાખવામાં આવ્યો છે જેના કારણે નવા પ્રોજેકટો ઉભા કરવા હોવા છતાં બિલ્ડરો કરી શકતાં નથી. જો સરકાર ગાંધીનગરનું જીડીસીઆર તાત્કાલિક અમલી બનાવે તો ગાંધીનગરમાં વિકાસ આપોઆપ શરૃ થઈ જશે.

ગાંધીનગરમાં ગઈકાલથી આઠમી ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટ શરૃ થઈ ગઈ છે. દેશના વડાપ્રધાન દ્વારા આ સમિટનું ઉદઘાટન કરવામાં આવ્યું છે અને દેશવિદેશના ઉદ્યોગપતિઓને ગુજરાતમાં રોકાણ કરવા માટે પ્રેરવામાં આવી રહયા છે ત્યારે ગાંધીનગરમાં જ સરકાર નવો જીડીસીઆર અમલી નહીં બનાવતાં વિકાસ રૃંધાયો છે.

ગાંધીનગર એન્જિનીયર એન્ડ આર્કીટેકટ એસો.ની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળમાં જીડીસીઆર તથા ડેવલપમેન્ટ પ્લાન છેલ્લા અઢી વર્ષથી સરકારની ફાઈલમાં અટવાયેલો છે. ગુડાએ ર૦૨૪ સુધીના એકશન પ્લાન તૈયાર કરીને રાજ્ય સરકારને મોકલી આપ્યો છે જેમાં બાંધકામની પ્રવૃતિ અંગેના ઘણાં બધા ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે પરંતુ સરકાર આ બાબતે હજુ સુધી કોઈ નિર્ણય નહીં લેતાં નવા પ્રોજેકટો શરૃ કરવામાં બિલ્ડરો ખચકાઈ રહયા છે.

જીડીસીઆર મંજુર નહીં થતાં બાંધકામની પ્રવૃતિ સાથે સંકળાયેલા તમામ લોકોની મુંજવણ વધી છે. કોઈપણ બિલ્ડીંગની જરૃરી ઉંચાઈ, એફએસઆઈ તથા ઓપન માર્જીનલ સ્પેશ બાબતે પણ અવઢવ જોવા મળી રહી છે. સારી એવી માત્રામાં કિંમતો ચુકવીને ડેવલપમેન્ટ કરવા માંગતા ડેવલપર્સ હાલ સરકારની આ ઉદાસીનતાના કારણે નિસહાય હાલતમાં છે. જેથી આ બાબતે ગંભીરતાથી લઈ ત્વરિત નિર્ણય લઈ સરકાર જીડીસીઆરને મંજુરી આપે તેવી રજૂઆત કરવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x