Lock down : દુકાનો ખોલવાનો નિર્ણય લેવા માટે આજે બપોરે મુખ્યમંત્રીના નિવાસસ્થાને સરકારની બેઠક મળશે.
ગાંધીનગર :
કેન્દ્ર સરકાર દ્રારા ગત મોડીરાત્રે શરતો સાથે રહેણાક વિસ્તારોમાં દુકાનો ખોલવાની મંજૂરી આપતો આદેશ કરી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં દુકાનો ખોલવા અંગે અને સરકારના પરિપત્રનું પાલન કરવા માટે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને એક બેઠક મળશે અને તેમાં આ પરિપત્રનો અમલ કેવી રીતે કરાવવો તેનો નિર્ણય લેવામાં આવશે.
દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે જણાવ્યું હતું કે બપોરે મુખ્યમંત્રીના નિવાસસ્થાને સરકારની એક બેઠક મળવાની છે. અને તેમાં દુકાનો ખોલવાનો નિર્ણય લેવામાં આવશે. તેમણે કહ્યું કે કોરોનાની લડાઈ લાંબી ચાલવાની છે પરંતુ નાના વેપારીઓ અને નોકરીયાતોની રોજગારીનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. ગુજરાત સરકારને ગૃહ મંત્રાલયનો પરિપત્ર મળી ચૂકયો છે અને તેના વિશે મંથન કરવા આજે બેઠક બોલાવાઈ છે અને આજે જ આ અંગે નિર્ણય લેવાઈ જશે.
રાજ્ય સરકારની બેઠક પૂર્ણ થયા બાદ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવશે અને તે અનુસાર જ શહેર તેમજ જિલ્લામાં પાલન કરાવવામાં આવશે.