ગાંધીનગરગુજરાત

દેશમાં કોરોના વાયરસે ભરડો લીધો, રાજ્ય કુલ કેસ 3774 નોંધાયા.

ગાંધીનગર :
દેશમાં કોરોના વાયરસે ભરડો લીધો છે. ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સ્થિતિ વધુ ખરાબ છે કારણ કે અહીં અત્યાર સુધીમાં સૌથી વધુ લોકોના કોરોનાની સારવાર દરમિયાન મોત થયાં છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કરીને ગુજરાતના આજના કોરોનાના કુલ પોઝિટિવ કેસની માહિતી આપતા કહ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 226 નવા કેસ નોંધાયા છે અને અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 3774 પહોંચી છે. જ્યારે આ મહામારીને કારણે અત્યાર સુધી 181 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તો કુલ 434 લોકો રીકવર થયા છે.

ક્યાં જિલ્લામાં કેટલા કેસ :
અમદાવાદ – 2543
રાજકોટ – 55
સુરત – 570
વડોદરા – 255
ભાવનગર – 41
કચ્છ – 06
મહેસાણા – 07
ગીર સોમનાથ – 03
પોરબંદર – 03
પંચમહાલ – 20
પાટણ – 17
છોટાઉદેપુર – 13
જામનગર – 01
મોરબી – 01
સાબરકાંઠા – 03
આણંદ – 60
દાહોદ – 04
ભરૂચ – 31
બનાસકાંઠા – 28
ગાંધીનગર – 36
ખેડા – 06
બોટાદ – 19
નર્મદા – 12
અરવલ્લી – 18
મહીસાગર – 10
નવસારી – 03
તાપી – 01
વલસાડ – 05
સુરેન્દ્રનગર – 01
ડાંગ – 02

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x