રાજ્યમાં અન્ય જિલ્લામાં વસતા રત્ન કલાકારો/શ્રમિકોની વહારે રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર, મુખ્યમંત્રીશ્રીને કરી રજૂઆત
રાજુલા :
સમગ્ર વિશ્વ અને દેશની સાથે સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાએ કહેર મચાવ્યો છે ત્યારે રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તારના લોક લાડીલા અને સંવેદનશીલ ધારાસભ્ય અંબરીષભાઈ ડેર લોક ડાઉનના સમયગાળા દરમિયાન સતત આ વિસ્તારના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સતત સેવા કરી રહ્યા છે ત્યારે આજરોજ આ વિસ્તારના રહીશો જેમાંના ઓછામાં ઓછા 10 હજાર પરિવારો ગુજરાતના અન્ય જિલ્લાઓમાં રોજી રોટી માટે ફરતા હોય છે, અમુક કિસ્સામાં તો બાળકો આશ્રમ શાળા / સીમશાળાઓમાં રહીને અભ્યાસ કરતા હતા અને આ લોકડાઉનના લીધે હવે સ્કૂલ / હોસ્ટેલો બંધ છે માટે આવા બાળકો સંબંધીઓ / પાડોશીઓના ઘરે રહે છે જે હવે આજના સમય મુજબ વ્યાજબી નથી એવું એ પરિવારોના મોભીઓએ તેઓના ધારાસભ્યશ્રી ડેર સમક્ષ રજૂઆત કરી હતી. જે બાબતે ધારાસભ્ય શ્રી ડેર દ્વારા મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન દોરી આવા રત્ન કલાકારો / શ્રમિકો માટે ગંભીરતાથી વિચારી યોગ્ય તપાસ કરાવી આવન જાવનની એક વખત મંજૂરી આપી અને વાહનોની વ્યવસ્થા કરાવી આપે અને જો સરકાર યોગ્ય તપાસ કરાવવાની અને આવન જાવનની મંજૂરી આપે તો આવા ગરીબ શ્રમિકોને લાવવા માટે અમો અમારી ટિમ સાથે બીડું ઝડપવા તૈયાર છીએ તેવું પણ શ્રી ડેરે જણાવ્યું હતું.