આરોગ્યગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

Lock Down : ક્યારે ખુલશે લોકડાઉન ?  જાણો વધુ વિગત.

ગાંધીનગર :

સમગ્ર વિશ્વ દેશ અને રાજ્યમાં કોરોનાવાયરસએ ભરડો લીધો ત્યારે સરકાર દ્વારા સમગ્ર દેશમાં lockdown જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સૌના મનમાં હાલ એક જ પ્રશ્ન મુંજવી રહ્યો છે કે લોકડાઉન ક્યારે ખુલશે ? કોરોનાનો અંત ક્યારે આવશે ? આવા સવાલો સૌ લોકોના મગજમાં ચાલી રહ્યા છે. જો કે આગામી 3 મેના રોજ પૂરું થતું લોકડાઉન આંશીક રીતે ખોલવામાં આવશે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કડક નિયમોને આધીન આંશીક રીતે સરકાર લોકડાઉનમાં છૂટછાટ આપશે. જો કે અસરગ્રસ્ત વિસ્તારોમાં સંપૂર્ણ રીતે છૂટછાટ આપવામાં આવશે નહીં. સાથે જે જે જગ્યાઓ એવી છે કે, જ્યાં વધુ માત્રામાં લોકો એકઠા થાય તેવી જગ્યાને પણ ખોલવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જેટલી પણ દુકાનો કે વેપાર, રોજગારોને મંજૂરી આપવામાં આવશે તે તમામને નિયમોનું કડકાઈથી પાલન કરવું પડશે.
સરકાર દ્વારા જે લોકો લોકડાઉન બાદ નિયમોનું પાલન નહીં કરે તે તમામને આકરા દંડ સહીત સજાની જોગવાઈની જાહેરાત કરવામાં આવે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે. જેની શરૂઆત પણ થઇ ચુકી છે. આજે અમદાવાદ મ્યુ. કમિશનર વિજય નેહરાએ જણાવ્યું છે કે, ત્રણ મે પછી જે દુકાનદાર નિયમોનું પાલન નહીં કરે તેની દુકાનનું લાઇસન્સ ત્રણ મહિના માટે રદ્દ કરવામાં આવશે અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. મોલ અને મોટા બજારો દ્વારા જો નિયમોનો ભંગ કરવામાં આવશે તો તેમને 50 હજાર જેટલી ઊંચી રકમનો દંડ કરવામાં આવશે. આમ, સરકારે અને સ્થાનિક મહાનગરપાલિકા – નગરપાલિકાના તંત્રએ પોત-પોતાના વિસ્તારોમાં કડક નિયમો બનાવવાની શરૂઆત કરી છે. સાથે જ તેનું પાલન કરાવવા જવાબદાર અધિકારીઓને પણ આદેશ આપી દેવામાં આવ્યા છે. લોકડાઉન ખુલ્યા બાદ જે લોકો સાવચેતી નહીં રાખે તેવા લોકો કોરોનાનો શિકાર બનશે તેમ કહેવામાં કોઈ બે મત નથી.
કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. તેવામાં લોકડાઉન અસરકારક નીવડે તેમ છે પરંતુ હવે તેમાં વધારો કરવો શક્ય નથી. ધંધા રોજગાર પડી ભાંગ્યા છે. લોકોની આવકને લઈને પણ સવાલ ઉભો થયો છે. હાલમાં નોંધાઈ રહેલા કોરોનાના કેસોમાં 80 ટકા કેસો એવા છે જેઓને કોઈ લક્ષણો જણાતા નથી. હવેથી આવા લોકોને ઘરે જ સારવાર હેઠળ રાખવામાં આવશે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા નિયમોનું પાલન કરવાનું રહેશે. જેથી ઘરે બેઠા જ કોરોનાની સારવાર થઇ શકે અને કોરોનાથી મુક્ત થઇ શકાય. સરકારના આ બધા પગલાંઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે, ત્રણ મે પછી લોકડાઉનમાં વધારો કરવામાં આવશે નહીં. જો થશે તો પણ તે માત્ર હોટ સ્પોટ વિસ્તારો પૂરતું રાખવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x