આરોગ્યરાષ્ટ્રીય

ભારતમાં સપ્ટેમ્બર સુધીમાં બની જશે કોરોનાની વેક્સીન, જાણો કેટલી રહેશે કિંમત.

પુણે :
ભારતમાં કોરોના રસી તૈયાર કરી રહેલા પુણેના સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઇઓ અદર પૂનાવાલાએ કહ્યું છે કે જો આ ટ્રાયલ સફળ થાય તો આ વેક્સીન આ વર્ષે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર સુધીમાં આવી શકે છે અને 1000 રૂપિયામાં મળી શકે છે.

રસીનું આગોતરું ઉત્પાદન કરવાનો થશે પ્રયાસ

પૂનાવાલાએ જણાવ્યું હતું કે તેઓ જોખમ લેશે અને કોરોના રસીના આગોતરા પરીક્ષણ પહેલાં તેનું ઉત્પાદન કરવાનો પ્રયાસ કરશે અને જો તે તૈયાર થઈ જાય તો તેની કિંમત રસી દીઠ રૂપિયા 1000 રખાશે. સીઇઓએ કહ્યું છે કે જો પરીક્ષણ સફળ રહેશે તો અમે આ વર્ષે જ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં પહેલો લોટ તૈયાર કરીશું. ટ્રાયલ સફળ થયા બાદ તેને તરત જ પહોંચતું કરવા માટે અમે હાલમાં જ ઉત્પાદન શરૂ કરવાનું પણ નક્કી કર્યું છે. મે મહિનામાં હ્યુમન ટ્રાયલ પણ પૂરું કરી દેવામાં આવશે.

આટલું કર્યું છે રોકાણ

વધુમાં પુનાવાલા કહે છે કે અમારા કેન્દ્ર કોવિડ 19માં રસી બનાવવાનું કામ શરૂ કર્યું છે અને ટીમ તૈયાર છે. પુનાના કારખાનામાં 500-600 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ સિવાય આવનારા 2-3 વર્ષમાં કોવિડ 19ની રસી બનાવવા એક નવું કારખાનું પણ બનાવીશું.

પુનાની છે આ કંપની

પુનાવાલાએ આ કંપનીની સ્થાપના 1966માં કરી હતી. આ દુનિયાની સૌથી મોટી રસી બનાવનારી કંપની છે. જે દર વર્ષે 1.5 અરબ ડોઝ તૈયરા કરે છે. દુનિયાના 65 ટકા બાળકો આ કંપનીની રસી લગાવે છે. ઉલ્લેખનીય છે કે સીરમ સિવાય કોરોનાની રસી બનાવવામાં બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટી અને અમેરિકાની બાયોટેક કંપની કોડાજિનેક્સ પણ કામ કરી રહી છે.

હાલમાં દેશમાં આવી છે કોરોનાની સ્થિતિ

નોંધપાત્ર વાત એ છે કે ભારત અને દુનિયામાં કોરોના રોકાઈ જવાનું નામ લેતો નથી. તેથી તેની રસી લાવવી ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે. દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 31 હજારને પાર થઈ ગઈ છે. આરોગ્ય વિભાગના ડેટા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1674 નવા કેસ નોંધાયા છે. હવે દેશમાં દર્દીઓની કુલ સંખ્યા 29 હજાર 974 છે. અત્યાર સુધીમાં કુલ 1008 લોકોનાં મોત નીપજ્યાં છે. તે જ સમયે, 7 હજારથી વધુ દર્દીઓની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોના ચેપની ગતિ ઝડપી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *