ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીયવેપાર

લોકડાઉન બે સપ્તાહ સુધી લંબાવવામાં આવ્યું.. ૧૭ મેં સુધી રહેશે દેશભરમાં લોકડાઉન.

નવી દિલ્હી :
સમગ્ર દેશમાં કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો માં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે આજે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ત્રીજી મે એ પૂરું થતા લોકડાઉનના સમયગાળાને વધારવામાં આવ્યો છે. દેશભરમાં 4 થી 17 મે સુધી લોક ડાઉન વધારાયુ છે. 4 મે થી લોક ડાઉન પાર્ટ -3 શરૂ થશે. રેડ ઝોન માં કોઈ પણ પ્રકારની છૂટછાટ નહી અપાઈ. રેડ ઝોનમાં લોકડાઉનનું કડક પાલન કરાવવામાં આવશે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે આ મામલે ગાઇડલાઇન પણ જાહેર કરી છે. જો કે ઓરેન્જ ઝોનમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. ગ્રીન ઝોનમાં મોટાભાગે તમામ પ્રકારની છૂટછાટ આપી દેવામાં આવી છે. ઓરેન્જ ઝોનમાં કેટલીક છૂટછાટ સાથે લોકડાઉનમાં વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, ગાંધીનગર, બનાસકાંઠા, ભાવનગર જિલ્લાઓ અને શહેરોને રેડ ઝોનમાં નાખી દીધા છે. જ્યાં કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં.
કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. તેવામાં લોકડાઉન અસરકારક નીવડે તેમ છે પરંતુ હવે તેમાં વધારો કરવો જરૂરી હતો. ગુજરાતના અમદાવાદમાં સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે ત્યારે અમદાવાદમાં લોકડાઉન કડક કરવામાં આવશે. પોલીસ સખ્તાઈથી કામ લેશે. ઓલા અને ઉબેર સહિતની ટેક્સીઓને ઓરેન્જ ઝોનમાં ચલાવવા છૂટ અપાઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી એડ્વાઇઝરી પ્રમાણે ગુજરાતના 9 જિલ્લા રેડ ઝોનમાં, 19 જિલ્લા ઓરેન્જ ઝોનમાં અને 5 જિલ્લા ગ્રીન ઝોનમાં આવે છે. રેડ ઝોનમાં કડક અમલ કરાવવામાં આવશે. જ્યારે ઓરેન્જ ઝોનને થોડીક છૂટછાટ આપવામાં આવી છે. ગ્રીન ઝોનને ઓરેન્જ કરતા થોડી વધુ આંશિક રાહત આપવામાં આવી છે. રાજકોટ, પાટણ અને મહેસાણા સહિતના 19 જિલ્લા ઓરેન્જ ઝોનમાં મુકવામાં આવ્યા છે અને મોરબી, અમરેલી, પોબરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા ગ્રીન ઝોનમાં મુકવામાં આવ્યા છે. જો કે છૂટછાટ અંગે પરિસ્થિતિ મુજબ આખરી નિર્ણય લેવાની સત્તા પણ રાજ્ય સરકારોને આપી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x