અમદાવાદ શહેરમાં શાકભાજી ફ્રુટની લારી દુકાનો તેમજ કરિયાણાની બધીજ દુકાનો ૧૫ મે સુધી સંપૂર્ણપણે બંધ રહેશે.
અમદાવાદ :
અમદાવાદમાં સતત વધી રહેલા કોરોનાના કેસ મામલે અમદાવાદમાં એક સપ્તાહ સુધી સંપૂર્ણ લોકડાઉન લાદવાનો AMCએ નિર્ણય કર્યો છે.કોરોના કેસના વધતા આંકડાને લઈ સરકાર હવે ચિંતામાં આવી ગઈ છે જેના પગલે બુધવારે રીવરફ્રન્ટ હાઉસ ખાતે ઉચ્ચ અધિકારીઓની બેઠકનો દોર ચાલ્યો હતો. જે બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે, અમદાવાદમાં આગામી 1 સપ્તાહ સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. જેમાં દૂધ અને દવાની દુકાનો શરૂ રહેશે. પરંતુ શાકભાજી, ફ્રૂટ, કરિયાણાની દુકાનો બંધ રહેશે. આ સિવાય કોઈ પણ સેવાઓ ચાલુ નહિ રહે. આ સિવાય હોમ ડિલીવરી સર્વિસને પણ સ્થગિત કરવામાં આવી છે.
અમદાવાદમાં કોરોના કાબૂ બહાર નીકળી ગયો છે. તેથી હવે સંપૂર્ણ લોકડાઉન, આરોગ્યની ટીમ દિલ્હીથી બોલાવવામાં આવી છે. તેમજ પેરામિલીટરી ફોર્સ પણ વધારી દેવાઈ છે. પોલીસ અને પેરા મીલીટરીની ૩૮ કંપનીઓ તૈનાત કરી દેવામાં આવી છે. અમદાવાદના રેડ અને કન્ટેન્ટમેન્ટ ઝોનને બીએસએફની પાંચ કંપની ઉતારી સીલ કરી દેવાશે. મંગળવાર રાતથી સિનીયર આઈએએસ ઓફિસર કે. કૈલાસનાથન દ્વારા જે રણનીતિ ઘડવામાં આવી હતી, તેનુ પરિણામ એ આવ્યુ છે કે અમદાવાદમાં સાત દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન લાગુ કરી દેવાયુ છે. આ લોકડાઉનનુ સંપૂર્ણ રીતે પાલન થશે તો જ આ ચિંતાજનક સ્થિતિમાંથી બહાર નીકળી શકાય તેમ છે.