ગાંધીનગર

વાવોલ ગામમાં શુક્ર-શનિ-રવિ ત્રણ દિવસ માત્ર દૂધ સિવાય તમામ ચીજવસ્તુઓનો વેપાર બંધ રહેશે

ગાંધીનગર :

આજ રોજ ગાંધીનગરના વાવોલ ગામ પંચાયત ખાતે સરપંચ નગીનભાઇ નાડિયાની આગેવાનીમાં યોજાયેલ મીટીંગમાં ગ્રામ પંચાયત દ્વારા ઉપસ્થિત સભ્યોના સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો છે કે તા. ૮મી મે થી તા. ૧૦મી મે (શુક્રવાર, શનિવાર અને રવિવાર સુધી) સળંગ ત્રણ દિવસ માટે વાવોલ ગ્રામ પંચાયતની હદમાં માત્ર દૂધ વિતરણ (સવારે ૭ થી ૧૧ સુધી) સિવાય અનાજ, કરિયાણા, શાકભાજી, ફળફળાદિ સહિત તમામ દુકાનો-વેપાર બંધ રાખવામાં આવશે. જે દુક‍ાનધારક દૂધ વેચવા સાથે અન્ય ચીજચસ્તુ જેવી કે કરિયાણું કે અન્ય કોઇપણ વસ્તુનો વેપાર ધરાવતો હશે તે પણ જો દૂધ સિવાય અન્ય કોઇ ચીજવસ્તુ આ ત્રણ દિવસ દરમ્યાન વેચતો ઝડપાશે તો તેની પાસેથી પણ દંડ વસુલવામાં આવશે તેની નોંધ લેવી.

અત્રે ઉલ્લેખનીય છે કે વાવોલ ગ્રામ પંચાયત દ્વારા અગાઉ કરેલા ઠરાવ મુજબ ગામના તમામ વિસ્તારોમાં લોકડાઉનનુ ચુસ્તપણે પાલન કરવામાં આવે એ હેતુથી ગામ પંચાયતના સદસ્યો તથા પંચાયત સ્ટાફ દ્વારા તમામ વિસ્તારોમાં તથા તમામ સોસાયટી વિસ્તારમાં સધન પણે ચેકીંગ કરવામાં આવશે સરકાર દ્વારા જારી કરેલ તમામ આદેશો જેવા કે માસ્ક પહેરવુ ફરજિયાત, સોશ્યલ ડીસ્ટંસ, દ્વિચક્રી વાહન પર ફકત એક વ્યક્તિ, જીવન જરૂરી ચીજો અને અતિ આવશ્યક મેડિકલ સેવા મેળવવા સિવાય બહાર ફરતા વ્યક્તિ ઓ સોસાયટી અને મહોલ્લામાં એકઠા થઇ બેસનાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમજ પંચાયત દ્વારા દંડ પણ વસુલવામાં આવશે દરેક ગામવાસીઓ તથા સોસાયટીના હોદ્દેદારોને જાણ સારુ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x