આરોગ્યગાંધીનગર

ગાંધીનગર જિલ્લામાં એક દિવસમાં સૌથી વધુ 22 કેસ નોંધાયા.

ગાંધીનગરઃ
કોરોના વાઈરસે ગાંધીનગર શહેર અને જિલ્લામાં ભરડો લીધો છે. કલોલનું હિમ્મતલાલ પાર્ક કોરોના વાઈરસને લઈને જોખમી બની રહ્યું છે. આજે આ સોસાયટીમાં કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે, તેની સાથે જ વાવોલ, ઝુંડાલ, છાલા અને રાધેજામાં પણ કોરોનાના કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારમાંથી વધુ 6 કેસ સામે આવ્યા છે. બપોર બાદ વધુ સાત કેસ સામે આવ્યા છે, ગાંધીનગર ફાયર બ્રિગેડના ડ્રાઈવર પણ સામેલ છે. આજે એક જ દિવસમાં સૌથી વધુ 22 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે.
ગાંધીનગરના કલોલમાં હવે કેસ દિવસે-દિવસે વધી રહ્યા છે. હિંમતલાલ પાર્ક સોસાયટીમાં આજે 6 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અગાઉ પણ આ સોસાયટીમા રહેતા લોકો સંક્રમિત થયેલા છે. આજે જે લોકો પોઝિટિવ આવ્યા છે. તેમાં 52 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે જેના પતિ અને પુત્ર સંક્રમિત થયેલા છે. તે ઉપરાંત 50 વર્ષીય પુરુષ, 27 વર્ષીય મહિલા, 60 વર્ષીય પુરુષ, 52 વર્ષીય મહિલા અને 29 વર્ષીય યુવકનો સમાવેશ થાય છે. આ ત્રણેય લોકો એક જ પરિવારના છે. જ્યારે વાવોલમાં યુવક બાદ તેના પરિવારમાં રહેતા બે લોકો સંક્રમિત થયા છે. રોયલ બંગ્લોઝમાં રહેતા 60 વર્ષીય પુરુષને અને 24 વર્ષીય યુવતીનો સમાવેશ થાય છે. માણસા તાલુકાના બદપુરામાં રહેતી 24 વર્ષીય યુવતી કોરોનાગ્રસ્ત બની છે. અગાઉની પુરામાં પોલીસ કર્મચારી પોઝિટિવ આવ્યો હતો. ઝુંડાલ ગામમાં એક સાથે ત્રણ કેસ સામે આવ્યા છે. જેમાં 10 વર્ષની કિશોરી, જ્યારે 64 વર્ષીય પિતા અને 35 વર્ષીય પુત્ર સંક્રમિત થયા છે. જ્યારે રાધેજા શિવશક્તિ નગરમાં રહેતો 25 વર્ષીય સંક્રમિત થયો છે, જે આલમપુર એપીએમસીમાં કામ કરે છે. જ્યારે છાલા આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી 24 વર્ષીય નર્સ કોરોના પોઝિટિવ આવી છે. ગાંધીનગર ફાયર બ્રિગેડમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય આધેડ કોરોનાનો ભોગ બન્યા છે. શેરથા ગામમાં 32 વર્ષીય મહિલા, અડાલજમાં 52 વર્ષીય પુરુષ, ખોરજ ગોલ્ડન પાર્કમાં 28 વર્ષીય યુવક, કલોલના ઉંડાવાસમાં 45 વર્ષીય મહિલા, કલોલના પલાસણા ગામમાં 44 વર્ષીય પુરુષ અને દહેગામ તાલુકાના વાસણા ચૌધરી ગામમાં 68 વર્ષીય વૃદ્ધા કોરોના પોઝિટિવ આવ્યા છે. ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં આજે એક જ દિવસમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે, આજે 22 કેસ નોંધાયા છે. આ સાથે જ જિલ્લાનો આંકડો 119 પર પહોંચ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x