ગાંધીનગરગુજરાત

રાજ્ય સરકાર દેવું કરીને કર્મચારીઓને પગાર ચુકવશે, બે મહિનામાં સરકારી આવકમાં રૂા. 20000 કરોડનો ફટકો

ગાંધીનગર :

ગુજરાત સરકારની આવક ઘટી છે. કેન્દ્ર તરફથી મળનારા હિસ્સામાં પણ મોટો ઘટાડો થશે. પ્રજા લક્ષી યોજનાઓ રૂપાણી સરકારે બંધ કરવી પડે એવી સ્થિતી ઊભી થવાની તૈયારી છે. સરકાર પાસે હવે પૈસા નથી. તેથી મીનરલ સહાય ફંડ પણ વાપરવા લાગી છે. છતાં તેના કર્મચારીઓ કે અધિકારીઓનો પગાર કાપવાની વાત ફગાલી દીધી છે.

દર મહિને 4થી 5 હજાર કરોડ પગાર ચૂકવે છે સરકાર

સરકારી કર્મચારીઓના પગાર કરવા માટે લોન લેવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. દર મહિને 4થી 5 હજાર કરોડ પગારના ચૂકવવામાં આવે છે. વર્ષે રૂ.1.50 લાખ કરોડમાં 25 ટકા આવક ઘટી શકે એવો અંદાજ નાણા વિભાગના એક અધિકારીએ બતાવ્યો છે. જો મંદી લાંબો સમય ચાલશે તો તેમાં રૂ.50 હજાર કરોડનું મોટું ગાબડું પડી શકે તેમ છે.

શેનાથી થયું મોટુ નુકસાન?

ગુજરાત સરકારને સૌથી મોટું નુકશાન જીએસટી, વેલ્યુ એડેડ ટેક્સ, સ્ટેમ્પડ્યુટી, વાહન વેરો, જમીન મહેસૂલ, વીજળી વેરો, રિયલ એસ્ટેટ પરના વેરા અને ફી, ખનિજ રોયલ્ટીમાં થયું છે.

ક્યાં ક્યાંથી નથી આવી આવક

2019-20ના નાણાકીય વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને મોટું નુકશાન કરાવીને કરવેરાના રૂ.5815 કરોડ હજું આપ્યા નથી. રાજ્યના કરવેરામાં 1792 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. બાકી ટેક્સની રકમમાં 12,708 કરોડનો વધારો થયો છે. જે ઉદ્યોગોએ સરકારને આપ્યા નથી. બાકી કરના રૂ.45 હજાર કરોડ આવવાના હતા જે આવ્યા નથી.

કેન્દ્રની સ્થિતિ રાજ્યા કરતાં પણ ખરાબ

ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં રૂ.16666 કરોડનું કોરોના સહાય વળતર ચૂકવ્યું છે. કેન્દ્ર સરકાર તેનો હિસ્સો આપી શકતી નથી. કેન્દ્રની મોદી સરકારની આર્થિક સ્થિતી ગુજરાતની ભાજપની રૂપાણી સરકાર કરતાં પણ ખરાબ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x