આરોગ્યગાંધીનગર

ગાંધીનગરમાં છેલ્લા 48 કલાકમાં આજેે ગુરૂવારે કોરોના પોઝિટિવ 6 કેસ સામે આવ્યાં.

ગાંધીનગરઃ

રાજ્યના પાટનગર ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા 48 કલાકથી એક પણ કોરોનાનો કેસ સામે આવ્યો નહતો, પરંતુ 48 કલાક બાદ આજે એટલે કે ગુરૂવારે ગાંધીનગર શહેરમાં સર્કલ પાસે બનાવવામાં આવેલી કોવિડ ચેકપોસ્ટ ઉપર ફરજ બજાવતી 30 વર્ષીય યુવતી કોરોનાથી પ્રભાવિત થઈ છે. અગાઉ એક સ્ટાફ નર્સનો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો હતો. તેમજ તેની આઠ મહિનાની બાળકી પણ પોઝીટીવ આવી છે. વાવોલમાં કેડિલા ફાર્માસ્યુટિકલ્સમાં ફરજ બજાવતો યુવક પોઝીટીવ આવ્યો હતો. ત્યારે આજે તેની 27 વર્ષીય પત્ની પોઝીટીવ આવી છે. નાના ચિલોડા નંદીગ્રામમાં રહેતી 29 વર્ષીય સ્ટાફ નર્સ પણ કોરોનાગ્રસ્ત થઈ છે, જે સિવિલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં ફરજ બજાવે છે. તેના પતિ પોલીસમાં નોકરી કરે છે. આ સાથે જ તેના ઘરના ત્રણ સભ્યોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યાં છે. ભાટ રુદ્રાક્ષ બંગલોઝમાં રહેતાં 79 વર્ષીય વૃદ્ધ પોઝીટીવ આવ્યા છે અને તેમનો પુત્ર ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે. જ્યારે અડાલજ ત્રિમંદિરમાં રહેતા 88 વર્ષની વૃદ્ધા પોઝીટીવ આવ્યા છે. જેમણે બ્રેઈન સ્ટ્રોકના કારણે થોડા સમય પહેલા અમદાવાદમાં આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x